આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં વિસાવદર અને કડીની સીટ માટે પેટા ચૂંટણી જાહેર થશે: ફરી કોંગ્રેસની થશે અગ્નિપરીક્ષા?

અમદાવાદઃ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ધબડકા પછી ફરી પેટા ચૂંટણીની જાહેરાત થાય તો સૌથી મોટી પરીક્ષા કોંગ્રેસની થશે, કારણ એક કરતાં અનેક છે. ગુજરાતમાં બે સીટ પર ફરી પેટા ચૂંટણી યોજાઈ શકે છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ હાઇ કોર્ટમાં 2022ના ચૂંટણી પરિણામને પડકારતી અરજી પરત લીધી હતી. 2022માં આ સીટ પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીનો વિજય થયો હતો. પરંતુ લોકસભા ચૂંટણી પહેલા તેમણે રાજીનામું ધરી દીધું હતું અને ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

Also read : ગુજરાત ભાજપના પ્રમુખ પદેથી વિદાય થઈ રહેલા સી આર પાટીલને શું રહી ગયો વસવસો?

કોર્ટમાં કેસ હોવાથી વિસાવદર સીટ પર પેટા ચૂંટણી થઈ નહોતી. રિબડીયાએ પીટિશન પરત લેતા ચૂંટણીનો માર્ગ મોકળો થઈ ગયો છે. જુલાઈના અંતમાં વિસાવદર સીટ પર પેટા ચૂંટણી થઈ શકે છે. ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલની સીટ રહેલી વિસાવદરમાં પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે.

ગુજરાત વિધાનસભાની 182 સીટ પૈકી વિસાવદર બાદ કડીની સીટ પણ ખાલી છે. કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું ગત મહિને નિધન થયું હતું. આ બંને સીટ માટે પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ બંને સીટ પર પેટા ચૂંટણી માટે શું ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય છે કે નહીં તેના પર નજર રહેશે. 2022 વિધાનસભા ચૂંટણીમાં આપની એન્ટ્રીથી ભાજપને ફાયદો થયો હતો. કોંગ્રેસ માત્ર 17 બેઠક જીતી શક્યું હતું અને આમ આદમી પાર્ટીને 5 સીટ મળી હતી. ભાજપે 156 સીટ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એમ બંનેએ વિસાવદર અને કડી બેઠક પર તેમના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

કોંગ્રેસ માટે અગ્નિપરીક્ષાના કારણો

રાષ્ટ્રીય નેતાગીરી પર આધારઃ ગુજરાતમાં કોંગ્રેસે કોઈપણ ચૂંટણીમાં રાષ્ટ્રીય નેતાગીરી પર જ આધાર રાખવો પડે છે. જેના કારણે પાર્ટીના નેતાઓ સાથે ગાઢ ઘેરાબો ધરાવતાં લોકોની નજીકના કે પરિવારજનોને ટિકિટ મળે છે. જેના કારણે ખરેખર યોગ્યતા ધરાવતા ઉમેદવારોને મોકો મળતો નથી અને દર વખતે ચૂંટણી સમયે કકળાટ શરૂ થાય છે.

સ્થાનિક સ્તરે પ્રભાવશાળી નેતાનો અભાવઃ ગુજરાત કોંગ્રેસમાં હાલ સ્થાનિક સ્તરે કોઈ પ્રભાવશાળી ચહેરો નથી. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તથા વડગામના ધારાસભ્ચ જીગ્નેશ મેવાણી સિવાય કોઈ દમદાર ચહેરો નથી. ગેનીબેન વાવના ધારાસભ્ય હતા અને લોકસભા ચૂંટણી જીત્યા બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. વાવની પેટા ચૂંટણીમાં પણ ગેનીબેનનો જાદુ ચાલ્યો નહોતો અને ભાજપે બાજી મારી હતી.

પાયાના કાર્યકર્તાની ઉપેક્ષાઃ કોંગ્રેસ દ્વારા મોટાભાગની ચૂંટણીમાં પાયાના કાર્યકર્તાઓની ઉપેક્ષા કરવામાં આવે છે. જેના કારણે ઘણા કોંગ્રેસી કાર્યકરો નિષ્ક્રીય થઈ ગયા છે અને તેની અસર પરિણામ પર થાય છે.

Also read : જૂનાગઢના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, મહિલા પર કર્યો હુમલો…

રાહુલ ગાંધી થોડા દિવસ પહેલા ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે ભાજપ સાથે ભળેલા અને પક્ષને નુકસાન પહોંચાડનારા 20 થી 30 લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢવાની વાત કરી હતી. રાહુલ ગાંધીની આ ટકોર બાદ ગુજરાત કોંગ્રેસને ફરીથી બેઠી કરવાનો પ્રયાસો શરૂ થયા છે. આ પહેલા પણ રાહુલ ગાંધી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને મોદીને હરાવવાની વાત કરી ચુક્યા છે. ગઠબંધનને લઈ તેમણે કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. તાજેતરમાં દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન આતિશીએ પણ ગોવા અને ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે તેમ કહ્યું હતું. ગુજરાતમાં ભાજપને પછાડવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરશે કે નહીં તેના પર નજર રહેશે. જોકે આ ચૂંટણીમાં ભાજપ માટે ગુમાવવા જેવું કંઈ નથી. પરંતુ કોંગ્રેસની અગ્નિપરીક્ષા જરૂર થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button