આપણું ગુજરાત

બનાસકાંઠાના સુઇગામ નજીક ભયંકર માર્ગ Accident,ત્રણ લોકોના મોત 20 થી વધુ ઘાયલ

અમદાવાદ : ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)સર્જાયો હતો. સુઇગામના સોનેથ ગામ પાસે ભારતમાલા હાઇવે પર ટેન્કર અને લકઝરી બસ વચ્ચે અથડામણમાં ત્રણ લોકોના મોત થયા છે અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ લકઝરી બસ ગુજરાતના જામનગરથી રાજસ્થાન જઈ રહી હતી. મળતી માહિતી અનુસાર રોંગ સાઇડથી આવી રહેલા ટેન્કર ચાલકે બસને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સુઇગામ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત અકસ્માતની જાણ થતાં સુઇગામ, ભાભર અને વાવ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરી બસ પલટી ગઇ હતી. પોલીસે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુઇગામના સરકારી જાહેર આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપ્યા હતા. તેમજ પીએમ થયા બાદ ઓળખ થશે અને મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

Also read: દુઃખદ, ઉત્તરાખંડમાં રોડ અકસ્માત, બસ ખાઇમાં પડી, અનેક ઘાયલ

સુરતના હજીરામાં કંપનીમાં આગમાં ચાર કર્મચારીના મોત ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત મંગળવારે મોડી સાંજે સુરતના હજીરા ખાતેની AMNS કંપનીમાં ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાને પગલે ભારે ભાગદોડ મચી જવા પામી છે. આ ઘટનામાં ચાર જેટલા કર્મચારીઓના મૃત્યુ નિપજ્યા હતા. કોરેક્સ-2 પ્લાન્ટમાં બ્લાસ્ટ થયા પછી આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. આગના કારણે કર્મચારીઓ લિફ્ટમાં ફસાયા હોવાની વિગતો મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button