આપણું ગુજરાતરાજકોટ

Gujarat માં જંત્રીના ભાવ વધારાનો બિલ્ડર સંગઠનો દ્વારા વિરોધ, રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું…

રાજકોટઃ ગુજરાત(Gujarat)સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી સુચિત જંત્રીને લઇને બિલ્ડર સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ક્રેડાઈ , બિલ્ડર એસોસિએશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. રાજકોટમાં મોટી માત્રામાં બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બિલ્ડર એસોસિએશન દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : નવી જંત્રી સામે બિલ્ડરો મેદાનમાં; ક્રેડાઈ-ગાહેડએ નોંધાવ્યો વિરોધ…

ટીઆરપી ગેમ બાદ અમારા ઘણા બધા પ્રશ્નો અટકી ગયા

રાજકોટ બિલ્ડર એસોસિએશનના ચેરમેનએ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ બાદ અમારા ઘણા બધા પ્રશ્નો અટકી ગયા છે. ખાસ કરીને પ્લાન પાસ થવા, ફિટનેસ સર્ટિફિકેટ, મહાનગરપાલિકાના તેમજ રૂડાના કોઈપણ કામ બિલ્ડરોના થતા નથી. તેમના કારણે અમારા ધંધા વ્યવસાયમાં ખૂબ જ અસર પડી છે અને હાલ બંધ જેવી હાલત જોવા મળી રહી છે.

આ પણ વાંચો : ભૂપેન્દ્ર પટેલ, આચાર્ય દેવવ્રત બનશે મહાકુંભમાં મહેમાન, UP સરકારના મંત્રીઓએ આપ્યું આમંત્રણ…

સામાન્ય લોકો પર આની ભારે અસર પડશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં રાજ્ય સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. જેની અસર અમારા ધંધા અને રોજગારને પડશે. જંત્રીમાં ભાવ વધારાના કારણે મકાનોના ભાવમાં પણ 30 થી 40 ટકા વધારો આવશે. તેમજ સામાન્ય લોકો પર આની ભારે અસર પડશે. તેમ જ બિલ્ડરના વ્યવસાયમાં પણ જંત્રી વધારો કરવામાં આવશે તો ભારે અસર પડશે અને મંદીનો માહોલ પણ જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button