આપણું ગુજરાત

Gujarat ના બજેટમાં પેન્શનરોને મળી મોટી રાહત, હવે હયાતીની ખરાઈ માટે ધક્કા નહિ ખાવા પડે

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)પેન્શનરો માટે બજેટમાં મોટી રાહત જાહેર કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં પેન્શનરોએ બેન્ક અને કચેરીઓમાં હયાતીની ખરાઈ કરવા માટે જવું પડતું હતું. ઘણા કિસ્સામાં ઉંમરલાયક પેન્શનરોને પણ હયાતીની ખરાઈ માટે ધક્કા ખાવા પડતાં હતાં. પરંતુ હવે સરકારે તેમને આ સમસ્યામાંથી મુક્તી આપી હતી.

આ પણ વાંચો: ગુજરાતના Budget માં કરવેરામાં કરાયા આ મહત્વના ફેરફારો

પેન્શનરોને લઈને મહત્વની જાહેરાત

રાજયના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ રાજયનું બજેટ રજુ કરતી વખતે પેન્શનરોને લઈને મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે હયાતીની ખરાઈ માટે રાજ્યના પેન્શનરોએ સંબંધીત કચેરી અને બેન્કમાં રૂબરૂ નહીં જવું પડે.જે હવેથી ઓનલાઈન અને વિનામૂલ્યે થઈ શકશે.

આ પણ વાંચો: ગુજરાતમાં Metro Rail સેવા મુદ્દે બજેટમાં કરાઇ આ મોટી જાહેરાત, જાણો વિગતે

ઘરઆંગણે હયાતીની ખરાઈ ઓનલાઈન

નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં તેમના બજેટ સંબોધનમાં રાજય સરકારના પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઈ માટે સંબંધીત કચેરીમાં-બેન્કમાં રૂબરૂ જવું પડે છે. હવે રાજયના 5 લાખ 14 હજાર પેન્શનરોને ઘરઆંગણે હયાતીની ખરાઈ ઓનલાઈન તેમજ વિનામૂલ્યે કરવાની જાહેરાત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button