Gujarat Budget પહેલા કૉંગ્રેસે શું કરી માંગ? બજેટની કોપી વિધાનસભા પહોંચી

ગાંધીનગરઃ થોડીવારમાં ગુજરાતનું બજેટ રજૂ થશે. નાણા પ્રધાન કનુ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે. આ પહેલાં કૉંગ્રેસ દ્વારા મહારાષ્ટ્ર, દિલ્હીમાં મહિલાઓ માટે જે જાહેરાતો કરવામાં આવી છે તેવી જ જાહેરાતો ગુજરાત માટે કરવામાં આવે તેવી માંગ કરી હતી. બજેટ 2025-26 રજૂ કરતા પહેલા નાણા પ્રધાન કનુ દેસાઈની તસવીરો પણ સામે આવી હતી. બપોરે 12 વાગે વિધાનસભા સત્રનો પ્રારંભ થશે. બજેટ કોપી વિધાનસભા પહોંચી ગઈ છે. ગુજરાત વિધાનસભામાં આજે નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે. આ બજેટમાં કુલ 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે છે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ થશે.


ઋષિકેશ પટેલ બજેટની રજૂઆત પહેલાં શું બોલ્યા
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે આ વખતે ગુજરાતનું વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવશે. ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ પર બજેટ ખરું ઉતરશે. દરેક ક્ષેત્રને આવરી લેતું બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં દરેકની આશાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.
Also read: Gujarat Budget 2025: નાણા પ્રધાન કનુ દેસાઈ ચોથી વખત રજૂ કરશે બજેટ
ઉલ્લેખનીય છે કે આ વખતે કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. બે મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. જ્યારે બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.