આપણું ગુજરાતટોપ ન્યૂઝ
Breaking News: નાણા પ્રધાને રજૂ કર્યું બજેટ, કહ્યું- ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન

ગાંધીનગરઃ નાણા પ્રધાન કનુ દેસાઈ ગુજરાતનું બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. દેશના કુલ જીડીપીમાં ગુજરાતનું યોગદાન 3.68 ટકા છે.
Also read: Gujarat Budget: કનુ દેસાઈની લાલ રંગની પોથીની શું છે વિશેષતા? તસવીરો
આ વખતે કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. બે મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. જ્યારે બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.