આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો કોંગ્રેસના હંગામાંથી પ્રારંભ…

38 દિવસ લાંબા સત્રમાં ખ્યાતિ કાંડથી લઈને અમેરિકાનો ડિપોર્ટનો મુદ્દો ગાજશે

ગાંધીનગર: આજે 19મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરુ થઇ (Gujarat assembly budget session) ગયું છે. રાજ્યપાલના અભિભાષણથી આ સત્રનું શરૂઆત થઇ હતી. ગુજરાત વિધાનસભા ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેનાથી પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, કડીના વિધાનસભ્ય સ્વ. કરસન સોલંકી સહીત સ્વર્ગસ્થ નેતાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આવતીકાલે ગુરુવારે ગુજરાત સરકાર અને નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) રાજ્યનું વર્ષ 2025-26નું બજેટ હજુ રજુ કરશે.

Also read : PHOTOS: કમલમમાં મહિલા કાર્યકર્તાએ ગરબા રમીને વિજયોત્સવ મનાવ્યો

આજે દિવસના અંતે ફિઝીયોથેરાપી કાઉન્સિલ રદ કરવાનું અને આરોગ્ય સંસ્થાના રજીસ્ટ્રેશનનું સુધારા બીલ રજૂ કરવમાં આવશે. અહેવાલ મુજબ આ બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવી શકે છે.

પહેલા દિવસે હોબાળો:
આજે બજેટસત્રના પહેલા દિવસે જ કોંગ્રેસના વિધાનસભ્યોએ હોબાળો કર્યો હતો. ગુજરાતીઓને અમેરિકાથી હથકડી પહેરાવીને ડિપોર્ટ કરવામાં આવ્યા હોવાનો કોંગ્રેસ વિધાનસભ્યોએ વિરોધ કર્યો હતો. કોંગેસના વિધાન સભ્યોએ હાથકડી પહેરીને વિધાનસભા પરિસરમાં સુત્રોચ્ચાર કર્યા હતાં.

38 દિવસ લાંબુ સત્ર:
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી 28માર્ચ સુધી 38 દિવસ ચાલશે. જેમાં વક્ચેક 10 દિવસ રજા હશે છે, આમ આ સત્રમાં ગૃહની 27 બેઠક મળશે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે.

આ મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે:
બજેટ સત્ર તોફાની રહે તેવી શક્યતા છે. કોંગ્રેસ જમીનના કૌભાંડ, ખ્યાતિ હોસ્પિટલ કાંડ, સરકારી નોંકરીની ભરતીમાં ગેરરીતિ, પરીક્ષામાં પેપર, યુએસથી આવતા ગેરકાયદે ઇમિગ્રન્ટ સાથે ગેરવર્તન સહિતના મુદ્દે રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

ભાજપ વિધાનસભ્યોની બેઠક:
બજેટ સત્ર પહેલા શાસક પક્ષના હોલમાં ભાજપ વિધાનસભ્યોની બેઠક મળી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રધાન મંડળના સભ્યો સહિત ભાજપના વિધાનસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Also read : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર છતાં શક્તિસિંહે ગોહિલે કોંગ્રેસના પ્રદર્શન અંગે કહ્યું નિરાશાજનક નહીં…

સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ:
બજેટ સત્ર દરમિયાન ગાંધીનગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગાંધીનગર પોલીસે સલામતીની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગાંધીનગર પોલીસ દ્વારા 6 ડીવાયએસપી, 10 પોલીસ ઇન્સ્પેક્ટર, 35 સબ ઇન્સ્પેક્ટર તેમજ 660થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એસઆરપીની પણ મદદ લેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button