આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat Budget-2024: ગુજરાતીની આવક રાષ્ટ્રીય આવક કરતા 50 ટકા વધારે

ગાંધીનગરઃ નાણા પ્રધાન કનુ દેસાઈએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે તીવ્ર ગતિએ થયેલ આર્થિક વિકાસના કારણે રાજયમાં વર્ષ ૨૦૦૦-૦૧ માં પ્રતિ વ્યકિત વાર્ષિક આવક રૂ. ૧૮,૩૯૨ હતી, જે વધીને વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૨,૭૩,૫૫૮ થયેલ છે. ગુજરાતના નાગરિકની સરેરાશ વાર્ષિક આવક, સરેરાશ રાષ્ટ્રીય આવક કરતા ૫૦% વધારે છે.

વિકસિત ગુજરાત @૨૦૪૭ ના વિઝન મુજબ ગુજરાતના નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક વિકસિત રાષ્ટ્રોના સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય છે. વિકાસની ગતિને જાળવી રાખી, દેશના જી.ડી.પી.માં રાજયની હિસ્સેદારી ૧૦% જેટલી કરી, વર્ષ ૨૦૪૭ પહેલા રાજયની હાલની અર્થવ્યવસ્થાને ૦.૨૮ ટ્રિલિયન યુ.એસ. ડોલરથી વધારી ૩.૫ ટ્રિલિયન યુ.એસ. ડોલર કરવાની અમારી નેમ છે, તેમ તેમણે જણાવ્યું હતું.

આ સાથે તેમણે કહ્યું હતું કે અમારી સરકારે ગત વર્ષે વિકાસના પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કરેલ હતું. જેને પાયામાં રાખી વિકસિત ભારત @૨૦૪૭ ના લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત @૨૦૪૭ નું નિર્માણ કરવા માટેનો રોડમેપ નક્કી કરતું રૂ. ૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડનું અંદાજપત્ર આજે રજૂ થયું છે. આ રીતે ગુજરાતનું આ સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker