આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat Budget-2024: આ 7 નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવાશે, સરકારની મોટી જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાત સરકારનું આજે બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે સરકારે મોટી જાહેરાત કરી છે. નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ કરેલી જાહેરાત અનુસાર રાજ્યની 7 નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવાશે. આ 7 નગરપાલિકામાં નવસારી, વાપી, મોરબી, આણંદ, મહેસાણા, ગાંધીધામ, સુરેન્દ્રનગર – વઢવાણનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ મહત્વની જાહેરાત છે.

આ સાથે સરકારે સગર્ભા અને ધાત્રી બહેનો માટે નમો શ્રી યોજનાની જાહેરાત કરી છે. તે અંતર્ગત સગર્ભા બહેનોને 12 હજાર રૂપિયાની સહાય અપાશે. નાણા પ્રધાને વિધાનસભામાં બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે રાજ્યનો વિકાસદર 14.9 ટકા છે. વાઇબ્રન્ટ ગુજરાત એ રાજ્યની ઓળખ છે. 3 લાખ 32 હજાર 465 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.


શિક્ષણમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજના જાહેર કરી છે. 3થી 5 વર્ષના બાળકોને પોષણક્ષમ આહારની વ્યવસ્થા કરવામાં આવશે. 8 હજાર આંગણવાડીઓનું નિર્માણ કરાશે.


સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત બાળકો, કિશોરી અને મહિલાનો પોષણને પ્રાધાન્ય અપાશે. લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરાશે. નમો લક્ષ્મી યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે. 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ મળશે. યોજના માટે 1200 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે. ધો.9 અને ધો. 10ની વિદ્યાર્થિનીઓને 10 હજાર અને ધો.11 અને ધો. 12ની વિદ્યાર્થિનીઓને 15 હજારની સહાય કરાશે.

ભાષણની શરૂઆતમાં નાણા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું કે, વિકસિત ભારત 2047ની પરિકલ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે. એ અનુરુપ વિકસિત ગુજરાત 2047નો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જે અનુસાર મુખ્ય પ્રધાનના માર્ગદર્શન હેઠળ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ બજેટમાં ગરીબ, યુવાનો, ખેડૂત અને નારી શક્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તમામ વિભાગો માટે સંપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. આ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ હશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?