Gujarat Budget-2024: આજે નાણા પ્રધાન રજૂ કરશે પેપરલેસ બજેટ | મુંબઈ સમાચાર

Gujarat Budget-2024: આજે નાણા પ્રધાન રજૂ કરશે પેપરલેસ બજેટ

ગાંધીનગરઃ ગઈકાલે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણે વચાગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ પેપરલેસ બજેટ હતું. સિતારમણ જે રીતે ટેબલેટ સાથે લોકસભામાં આવ્યા હતા તે જ રીતે ગુજરાતના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ પણ આજે ગુજરાત વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરશે. નાણા પ્રધાન કનુ દેસાઈ સતત ત્રીજી વાર બજેટ રજૂ કરશે. આજનું બજેટ ગુજરાત રાજ્યનું સૌથી મોટુ બજેટ રહેવાની સંભાવના છે. ક અંદાજ પ્રમાણે રૂ. 3.30 લાખ કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવશે, તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

આ વર્ષના બજેટમાં ગત વર્ષના બજેટ કરતા 10થી 20 ટકા નાણા ફાળવણી વધારે હોય તેમ માનવામાં આવે છે. દેશના વડાપ્રધાન બની નરેન્દ્ર મોદી 2014માં દિલ્હી ગયા ત્યારપછી આનંદીબેન પટેલને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેઓ સૌપ્રથમ વખત મહિલા બજેટ થીમ લાવ્યા હતા. વર્ષ 2022થી નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરાઈ હતી. આજે તેઓ ટેબલેટમાંથી વાંચી બજેટની રજૂઆત કરશે. ત્યારે ગુજરાતીઓને બજેટમાંથી શું મળે છે જોવાનું રહેશે.

સંબંધિત લેખો

Back to top button