ગુજરાત બોર્ડ ધો. 12 સાયન્સનું પૂરક પરીક્ષાનું પરિણામ થયું જાહેર, વિદ્યાર્થિનીઓએ મારી બાજી

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધો. 12 સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. પૂરક પરીક્ષામાં 41.56 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.ધોરણ 12 સાયન્સમાં 19,251 વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી, જેમાંથી 16, 789 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. આ પૈકીના 6,978 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એટલે 41.56 ટકા પરિણામ આવ્યું હતું.
એ ગ્રુપનું પરિણામ 46.32 ટકા આવ્યું હતું, બી ગ્રુપનું પરિણામ 40.47 ટકા આવ્યું હતું, જ્યારે એબી ગ્રુપનું પરિણામ 37.50 ટકા આવ્યું હતું. માર્ચમાં લેવાયેલી પરીક્ષામાં પાસ થયા હોય પરંતુ પરિણામ સુધારવા ઇચ્છતા હોય તેવા 7,547 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,735 વિદ્યાર્થીઓનું પરિણામ સુધર્યું હતું. જ્યારે 1,812 વિદ્યાર્થીઓનું પરિણામ સુધર્યું નથી.
આ પણ વાંચો: ધોરણ 10-12 ની પૂરક પરીક્ષામાં વરસાદ બન્યો વિઘ્ન, ફરી પરીક્ષા લેવા શિક્ષણ પ્રધાને કરી જાહેરાત…
પુરક પરીક્ષામાં પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી હતી. એ ગ્રુપમાં 45.61 ટકા, બી ગ્રુપમાં 37.04 ટકા અને એબી ગ્રુપમાં 28.57 ટકા વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે એ ગ્રુપમાં 48.63 ટકા, બી ગ્રુપમાં 43.05 ટકા અને એબી ગ્રુપમાં 100 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ હતી.