આપણું ગુજરાતટોપ ન્યૂઝ

GSHSEB Election: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી, બે બેઠકો પર જામશે પ્રતિષ્ઠાનો જંગ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના(GSHSEB Election)સભ્ય બનવા માટેની આજે ચૂંટણી છે. મતદાનને પગલે 58 જેટલા મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. સંચાલક મંડળની બેઠક માટે 6310 અને સરકારી શાળાના શિક્ષકની બેઠક માટે 3200 મતદારો પોતાનો મતનો ઉપયોગ કરી સભ્યને ચૂંટશે. સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન થશે.

સંચાલક મંડળની બેઠક માટે ત્રણ ઉમેદવારો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં આજે સમગ્ર રાજ્યમાંથી મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે. સંચાલક મંડળની બેઠક માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ તેમાં અસલી ટક્કર જેતપુરના પ્રિયવદન કોરાટ અને અમદાવાદ ના જે.વી. પટેલ વચ્ચે થશે. જ્યારે સરકારી માધ્યમિક શિક્ષક માટેના પ્રતિનિધિ તરીકે ચેતનાબેન ભગોરા, દિગ્વિજયસિંહ જાડેજા, રાજેશભાઈ જોધાણી અને વિજયભાઈ ખટાણા વચ્ચે ટક્કર થશે. આ તમામ ઉમેદવારોએ જીતવા માટે તમામ મતદારો સુધી પહોંચવાનો અને રીઝવવાનો પ્રયાસ કર્યો છે.

અમદાવાદમાં કુલ 1017 જેટલા મતદારો મતદાન કરશે

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં સરકારી શાળાના શિક્ષક અને સંચાલક મંડળની બેઠકના મળી કુલ 1017 જેટલા મતદારો મતદાન કરશે. આ માટે અમદાવાદમાં 5 મતદાન કેન્દ્રો પર મતદાન થશે.અમદાવાદ શહેરમાં એક જ્યારે અમદાવાદ ગ્રામ્યના ચાર મતદાન મથકો પરથી સવારે આઠ થી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન થશે. ગ્રામ્ય વિસ્તાર મોટો હોવાના પગલે મતદાન મથકોની સંખ્યા વધુ રાખવામાં આવી છે. અમદાવાદ શહેરમાં દિવાન બલ્લુભાઈ શાળા ખાતે મતદાન થશે. મહત્વનું છે કે મતદાન કરવા આવનાર તમામને ઓળખપત્ર લાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. બુથની અંદર ઉમેદવાર અને તેમના એજન્ટ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં નહિ આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button