આપણું ગુજરાત

ગુજરાત બોર્ડની પરીક્ષા થઈ મોંઘી, જાણો કેટલા ટકાનો થયો ફી વધારો

SEB Exams 2025: ગુજરાત બોર્ડ દ્વારા 2025માં યોજાનારી પરીક્ષા માટે ફી વધારો કરવામાં આવ્યો છે. 7 ફેબ્રુઆરીથી યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા માટેની ફી જાહેર કરવામાં આવી છે. આ વર્ષે પણ બોર્ડે પરીક્ષા ફીમાં વધારો કર્યો છે, સતત બીજા વર્ષે ફી વધારાના કારણે વિદ્યાર્થીઓને વધુ બોજ પડે તેવી શક્યતા છે. ગત વર્ષે બોર્ડે 10 ટકાનો વધારો કર્યો હતો અને હવે આ વર્ષે ફરીથી 5 ટકાનો વધારો થયો છે.

ધોરણ 10ની પરીક્ષાની ફી છેલ્લા વર્ષે રૂ. 390 હતી, જેમાં આ વર્ષે રૂ. 15નો વધારો કરી ફી રૂ. 405 કરવામાં આવી છે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહ માટેની ફી ગયા વર્ષે રૂ. 540 હતી, જેમાં રૂ. 25નો વધારો કરીને રૂ. 565 નક્કી કરવામાં આવી છે. તેવી જ રીતે, વિજ્ઞાન પ્રવાહ માટે ફી રૂ. 665માંથી વધારીને રૂ. 695 કરવામાં આવી છે, જેમાં રૂ. 30નો વધારો થયો છે. આમ, છેલ્લા બે વર્ષમાં ફીમાં કુલ 15 ટકાનો વધારો થયો છે, જે વિદ્યાર્થીઓના માતા-પિતાને આર્થિક બોજમાં વધારો કરશે. ધો. 10માં એક વિષય, બે વિષય, ત્રણ વિષય કે તેથી વધુ વિષયના રિપિટરની ફી રૂ. 145, રૂ. 205, રૂ. 265 અને રૂ.380માંથી વધારીને અનુક્રમે રૂ. 150, રૂ. 215, રૂ. 275 અને રૂ.380 કરવામાં આવી છે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં એક વિષય માટે રિપિટર ફી રૂ. 160, બે માટે રૂ. 255, ત્રણ માટે રૂ. 330 અને વધુ વિષયો માટે રૂ. 565 નક્કી કરાઈ છે. વિજ્ઞાન પ્રવાહમાં આ ફી વધુ છે, જેમાં એક વિષય માટે રૂ. 210, બે માટે રૂ. 345, ત્રણ માટે રૂ. 485 અને વધુ વિષયો માટે રૂ. 695 ફી નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Board Exam 2024: ગુજરાત બોર્ડે જાહેર કર્યું ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમટેબલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આ વર્ષે ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીના અંતમાં યોજાશે. દર વર્ષની સરખામણીએ આ વખતે બોર્ડની એક્ઝામ વહેલી લેવાઈ રહી છે. આજે બોર્ડ દ્વારા ધો.10 અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહના ઓનલાઇન ફોર્મ ભરવા અંગેનું એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર 22 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી ઓલાઇન ફોર્મ ભરી શકાશે. ફેબ્રુઆરી -2025ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે. જે અંગેની જરૂરી સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવી છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker