આપણું ગુજરાત

ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ 2024-2025 માટે કેલેન્ડર જાહેર કર્યું

ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાકીય પ્રવૃતિ માટે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2024-2025 માટે કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં વર્ષ દરમિયાન બોર્ડની પરીક્ષા, દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન સહિતની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે(Gujarat secondary and higher secondary board) દ્વારા શાળાકીય પ્રવૃત્તિઓ, રજાઓ તેમજ વેકેશનના દિવસોનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા 14 થી 23મી ઓક્ટોબર દરમિયાન યોજાશે. ધોરણ 9 થી 12ની પ્રિલિમ/બીજી પરિક્ષા 20 થી 28મી જાન્યુઆરી દરમિયાન યોજાશે.


| Also Read: Gujarat સરકારે વધુ ત્રણ અધિકારીઓને ફરજિયાત સેવા નિવૃત કર્યા


ધોરણ 10-12 બોર્ડની સૈદ્ધાંતિક કે પ્રાયોગિક પરીક્ષા 31મી જાન્યુઆરી થી 4થી ફેબ્રુઆરી વચ્ચે યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 6 થી 14મી ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજવામાં આવશે. ધોરણ 10-12 બોર્ડની પરિક્ષા 27મી ફેબ્રુઆરીથી 13મી માર્ચ વચ્ચે યોજાશે. ધોરણ 9-11ની વાર્ષિક પરિક્ષા 7 થી 19મી એપ્રિલ વચ્ચે યોજાશે. પ્રથમ સત્રમાં 108 કાર્ય દિવસો રહેશે.

શૈક્ષણિક વર્ષ દરમિયાન 18 જાહેર રજાઓ અને છ સ્થાનિક રજાઓ રહેશે. વેકેશન 21 દિવસનું 28 ઓક્ટોબર થી 17મી નવેમ્બરનું રહેશે. દ્વિતિય સત્ર 135 દિવસનું 18 નવેમ્બર થી 4થી મે સુધી રહેશે. ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. ઉનાળુ વેકેશન 5 મે થી 8 જૂન સુધીનું રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત