
અમદાવાદઃ ગુજરાત ભાજપની (BJP)ઓફિશિયલ વેબસાઇટ છેલ્લા બાવન દિવસથી અપડેટ નહિ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. જેમાં સૂત્રો દ્વારા
નાટ્યાત્મક રાજકીય ઘટનાક્રમ ગુજરાતમાં જોવા મળ્યો
ગુજરાતમાં 7મી મે 2024ના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થયુ હતુ. તેની બાદ લોકસભાની ચૂંટણીના પરિણામોથી માંડીને સરકારની રચના સુધીનો ઘણો નાટ્યાત્મક રાજકીય ઘટનાક્રમ ગુજરાતમાં જોવા મળ્યો છે. પણ ભાજપ એ બધાથી ખરડાયેલું ન હોય તે રીતે વર્તી રહ્યો છે. ભાજપે વેબસાઈટ પર 4થી મે 2024ના રોજ છેલ્લી પ્રેસ રીલીઝ કચ્છમાં ભાજપના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા માટે મહારાષ્ટ્રના સાંસદ નવનીત રાણાના રોડ શોની મુકી હતી.
4થી મે પછી કોઈ કોઈ પ્રેસ રિલીઝ વિભાગમાં મુકી નથી
આ ઉપરાંત બીજા કાર્યક્રમોની જાહેરાતો પ્રેસ રિલીઝ વિભાગમાં મુકી હતી પણ 4થી મે પછી કોઈ કોઈ પ્રેસ રિલીઝ વિભાગમાં મુકી નથી. ભાજપ સોશિયલ મિડિયા અને ડિજિટલ મિડિયા પર સૌથી સક્રિય પક્ષ ગણાય છે. સુત્રોનુ કહેવુ છે કે ભાજપને લોકસભાની ચુટણીમા સ્પષ્ટ બહુમતી ના મળવાના કારણે ભાજપ સંગઠનને રસ ઉડી ગયો છે. જ્યારે ભાજપના સુત્રોનું કહેવુ છે કે ભાજપ પોતાના કાર્યક્રમની જાહેરાત સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ પર કરી જ દે છે. તેથી વેબસાઇટ પર અપડેટનું કોઇ મહત્વ રહેતું નથી.
Also Read –