હોળાષ્ટક પૂર્ણ થતાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અંગે અટકળો શરૂ…

અમદાવાદઃ ગુજરાતમાં જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત થઈ ગઈ છે. જો કે હજુ પણ પ્રદેશ ભાજપ પ્રમુખની વરણી થઈ નથી. ગુજરાતના રાજકિય વર્તુળોમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે અટકણોનું બજાર ગરમ છે. જો કે એક વર્ગ એવું માનતો હતો હતો કે હોળી-ધુળેટીના તહેવારની પૂર્ણાહુતિની સાથે હોળાષ્ટક પણ પૂર્ણ થઈ ગયા બાદ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે અને ગણતરીના દિવસોમાં જ સીઆર પાટીલના અનુગામીની પસંદગી થઈ જશે.
Also read : આકરા તાપના અહેસાસ બાદ ગરમીથી મળશે આંશિક રાહત; હવામાન વિભાગની આગાહી
પ્રદેશ પ્રમુખની ગતિવિધિ શરૂ
હવે જ્યારે હોળાષ્ટક પણ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે ત્યારે ફરીથી અટકળો શરૂ થઈ ગઈ છે કે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ બહુ જલ્દીથી મળી શકે તેમ છે. ભાજપ વર્તુળો એવું માની રહ્યા છે કે પ્રદેશ પ્રમુખની ગતિવિધિ શરૂ થઈ છે. લાંબા સમયથી પ્રદેશ પ્રમુખની પસંદગીમાં ‘તારીખ પે તારીખ ‘ જેવો ઘટના ક્રમ થઈ રહ્યો છે પરંતુ જેમ અચાનક શહેર જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત થઈ એવી જ રીતે પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત કરવા તરફ હાઈ કમાન્ડ આગળ વધી રહ્યું હોય તેવું મનાઈ રહ્યું છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીના ઇન્ચાર્જ ભુપેન્દ્ર યાદવ પણ હવે બે ત્રણ દિવસમાં જ ગુજરાત આવશે તેવું સૌ કોઈ લોકો જણાવી રહ્યા છે.
Also read : કોંગ્રેસની દશા-દિશા બદલાશે? હવે ગુજરાત કોંગ્રેસમાં નુકસાન કરતા નેતાઓને શોધાશે…
કોના નામ પર ચર્ચા?
જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ એક પછી એક સંગઠનના કામ જે રીતે આગળ વધી રહ્યા છે તે જોતાં ગુજરાત ભાજપના નેતાઓ એવું માની રહ્યા છે કે હવે ગણતરીના દિવસોમાં જ ગુજરાત ભાજપને નવા પ્રમુખ મળી જશે. જો કે આ પ્રમુખ ક્યાં ઝોનમાંથી આવશે તેની ચર્ચા પણ હવે થતી નથી. ભાજપના સુત્રો એવું માની રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચાતી વાતથી કોઈ અલગ જ નામ જાહેર કરાવશે. આમ બહુ જલ્દી નવા પ્રમુખ આવી જાય તેવી આશા સૌ કોઈ રાખી રહ્યા છે.