આપણું ગુજરાત

ગુજરાત ભાજપમાં ઉકળતો ચરું -જનાધાર ગુમાવતાં નેતાઓ છંછેડાયા

ગુજરાત મોડલ-આ શબ્દ પ્રયોજીને દેશ આખાને મંત્ર મુગ્ધ કરી દીધાંનાં દાયકા બાદ હવે, ભાજપનું આ જ ગુજરાત મોડલ ધીમે ધીમે દેશમાં પ્રસરી રહ્યું છે.આ એ મોડેલ છે જેમાંઆ ભાજપાઈ નેતાઓ પ્રશાસન સામે બગાવતનો બૂંગિયો ફૂંકી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં ધાર્યા પાસા પડ્યા નહીં. અને લોક વિશ્વાસ ભાજપમાંથી ઓછો થયો હોવાનું પણ સામે આવ્યું છે.

આગામી ચાર મહિનામાં જ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી છે અને ગુજરાતનાં પડઘા સમગ્ર મહારાષ્ટ્રમા પડઘાતા જોવા મળે તો કોઇ નવાઈ નહીં રહે. વાત ગુજરાતની છે. તો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું ગુજરાતમાં પણ દમદાર પ્રદર્શન અને 1 બેઠક જિતવાથી આત્મવિશ્વાસ પણ પ્રચંડ થયો છે. તો ભાજપે રાજકોટ બેઠક પરથી લોકસભા જીતેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનાં વિવાદિત નિવેદન બાદ મહિનામાં જ થયેલા અગ્નિકાંડે મહાપાલિકાના અણઘડ કહેતા ભ્રસ્ટ્રાચારી વહીવટ અને વરસોથી ભાજપનાઆ સાશન સામે સવાલો ઉઠયા છે. વામણી નેતાગીરી અને ભ્રસ્ટ્રાચારમાં લિપ્ત વહીવટે સૌરાષ્ટ્ર ભાજપના મૂળિયાં હલાવી નાખ્યા.

આ પણ વાંચો : Election 2024: ભાજપ ઇલેક્શન મોડમાં, ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રભારીઓની નિમણૂક કરી

તો બીજી તરફ વડોદરામાં સાંસદનાં ઉમેદવાર બદલવા, સાબરકાંઠામાં ઉમેદવાર બદલવા જેવી સ્થિતિ પણ ભાજપના આ આંતરિક માળખાની ચાડી ખાય છે. અધુરામાં પૂરું, વડોદરા ભાજપના શહેર પ્રમુખે શનિવારે કહ્યુંકે, જે મત વિસ્તારમાંથી મત નથી મળતા,ત્યાં મહાનગરપાલિકાની ગ્રાન્ટ વાપરવાની જરૂર નથી. આ નિવેદનથી વિવાદ વધુ છંછેડાયો છે. સી આર પાટિલ પ્રદેશ પ્રમુખ થયા ત્યારથી રાજકોટમાં ભાજપ ભાગલાની સ્થિતિમાં આવી ગયો હતો. તેમાં રૂપાલા વિવાદે આગમાં ઘી હોમવાનું કામ કર્યું. પ્રદેશ કક્ષા સુધી તો એવી પણ માહિતી ગઈ કે કેટલાક ભાજપી નેતાઓ જ પરદા પાછળ ક્ષત્રિય સમાજના આંદોલનને દિશા આપતા હતા. હવે ભાજપનું પ્રદેશ માળખું ધરમૂળથી બદલાશે. સગાંઠન અને મંત્રી મંડળમાં પણ આંતરકલહનું પરિણામ જોવા મળશે. વડોદરાના જ રાવપૂરાના ધારાસભ્ય અને જૈફ વયના યોગેશ પટેલે સરકારી કચેરીઓમાં કામ નથી થતાં તેવો બળાપો કાઢ્યો. તેમના સમર્થનમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ આવી ગયા. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ કહ્યું કે જૂનાગઢમાં પૈસા વગર કોઇ કામ નથી થતાં. કોરડીયા પોતે પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે એટલે ઘટનાઓથી વાકેફ હોય જ.

ગુજરાતમાં દિવાળી પર્વ આસપાસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે. એ આસપાસ જ મહારાષ્ટ્ર-હરિયાણામાં ચૂંટણીઓ છે. સૌથી મોટો પડકાર ઊતરપ્રદેશમાં રહેશે. લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશે ભાજપની ગેમ જ ચેન્જ કરી દીધી. એટલે યોગી આદિત્યનાથની ટીમ પણ આ પરિણામ પછી આત્મમંથન કરી રહી છે. દેશમાં નવી રચાએલી ‘કાંખ-ઘોડી’ સરકાર પણ વિપક્ષના મતે લાંબુ ખેંચવાની નથી. એટલે ભાજપે ફરી પાછું ગુજરાત તરફ જોઈને દેશમાં પાર્ટી સંગઠનમાં રચનાત્મકતા લાવવી પડશે. એટલું તૉ નક્કી જ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા