ગુજરાત ભાજપના નેતા ધીરુ ગજેરાએ લોકગાયક Kirtidan Gadhvi ને કરી આ ટકોર, કહ્યું પ્રજાનો અવાજ બનો

અમદાવાદ: ગુજરાતમાં સ્માર્ટ મીટરના મુદ્દો વકર્યો છે. આ મામલે તાજેતરમાં જ લોકગાયક કીર્તિદાન ગઢવીએ(Kirtidan Gadhvi)એક વીડિયો જાહેર કરીને સરકારી કંપની પીજીવીસીએલના સ્માર્ટ મીટર અંગે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને તેને અપનાવવા માટે અપીલ કરી હતી. જો કે કીર્તિદાન ગઢવીને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
કીર્તિદાન ગઢવી પર આકરા પ્રહારો કર્યા
ભાજપના અગ્રણી નેતા ધીરુ ગજેરાએ આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, પ્રજાની સમસ્યા અને આપત્તિની વાત હોય તો ક્યારેય સામે નહીં આવે પણ સરકારના સપોર્ટની વાતમાં તરત જ સામે દેખાશે. પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની ભાટાઇ કરવી અયોગ્ય ગણાવી તેમણે કીર્તિદાન ગઢવી પર આકરા પ્રહારો કર્યા હતા.
કીર્તિદાન ગઢવી પ્રજાની સમસ્યાઓ પર ક્યારે બોલતા નથી
કીર્તિદાન ગઢવીના વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના સિનિયર લીડર ધીરુ ગજેરાએ ગઢવી પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ એક વીડિયો જાહેર કરતાં કહ્યું કે, ‘કીર્તિદાન ગઢવી પ્રજાની સમસ્યાઓ પર ક્યારે બોલતા નથી, પણ જ્યારે સરકારને સપોર્ટ કરવાની વાત આવે ત્યારે તરત જ સામે આવે છે.
સરકારની દલાલી કરવી એ મને અયોગ્ય
તમને પ્રજાએ લોક સાહિત્યકાર બનાવ્યા છે, પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની દલાલી કરવી અયોગ્ય છે. તમારે પ્રજાનો અવાજ બનવું જોઈએ, પ્રજાની પડખે ઉભા રહેવું જોઈએ. માત્રને માત્ર નિર્માલ્ય થઇ અને સરકારની દલાલી કરવી એ મને અયોગ્ય દેખાય છે.