ગુજરાત ભાજપમાં ફરી એકવાર જૂથવાદનો મુદ્દો ચર્ચામાં, પૂર્વ ધારાસભ્યનો પત્ર વાઈરલ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગુજરાત ભાજપમાં ફરી એકવાર જૂથવાદનો મુદ્દો ચર્ચામાં, પૂર્વ ધારાસભ્યનો પત્ર વાઈરલ

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં મંત્રી મંડળમાં ફેરફારના સંકેતો વચ્ચે ભાજપમાં ફરી એક વાર જૂથવાદનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જેમાં કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીનો લેટર બોમ્બ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપના સિનીયર નેતાઓની થતી અવગણનાનું દુ:ખ વ્યકત કરવામાં આવ્યું છે. આ પત્ર ખેડા જિલ્લાના મહુધા વિધાનસભાના એક ગ્રુપમાં વાઇરલ થયો છે.

ધારાસભ્ય પદનું સન્માન જળવાતું નથી

કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ લેટર લખ્યું છે કે, ભાજપમાં જૂથવાદના કારણે તેમના પૂર્વ ધારાસભ્ય પદની ગરિમા જળવાતી નથી અને વિકાસ કામોમાં પણ સંકલન મળતું નથી. તેમણે લખ્યું છે કે, સ્થાનિક સ્તરે જૂથવાદ એટલો ઊંડે વસ્યો છે કે એના કારણે પૂર્વ ધારાસભ્ય પદનું સન્માન જળવાતું નથી. વિકાસના કામોમાં સંકલન ન મળવું એ માત્ર કાર્યક્ષમતા પર, પણ પક્ષની અંદરની બૂનિયાદી સામૂહિકતા પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. રાજકારણમાં મતભેદ સ્વાભાવિક છે, પણ સંગઠનમાં સહકાર ન હોવો, તેના વલણ પર તીવ્ર પ્રશ્ન ઊભો થાય છે.

કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે

તેમણે લખ્યું છે કે, કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે. જયારે વર્ષોથી કામ કરતા લોકોને અવગણવામાં આવે છે. હું સતત લોકોની સેવા કરું છું અને આગળ પણ કરતો રહીશ.

પેટાચૂંટણીમાં કઠલાલ વિધાનસભા બેઠક પરથી વિજયી થયા હતા

કનુભાઈ ડાભી ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. કનુભાઈ ડાભી 2010ની પેટાચૂંટણીમાં કઠલાલ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે વિજયી થયા હતા. તેમણે 21,547 મતની લીડથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. જે ભાજપ માટે કઠલાલમાં પ્રથમ વિજય હતો. જયારે વર્ષ 2012ની સામાન્ય ચૂંટણીમાં તેઓ શંકરસિંહ વાઘેલા સામે 6,597 મતથી હાર્યા હતા .

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button