Bhavnagar માં પિતાના તેરમા બાદ શાળાએ જતી પુત્રીનું અકસ્માતમાં નિધન, પરિવાર શોકમાં…
ભાવનગર : ગુજરાતના ભાવનગરમાંથી(Bhavnagar)એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 15 દિવસમાં અલગ-અલગ કારણોસર પિતા-પુત્રીના મોત થયા હતા. જીલ બારૈયા, જે NEETની તૈયારી કરી રહી હતી. જે સ્કૂટર લઈને ઘરેથી સ્કૂલથી જઈ રહી હતી ત્યારે તેનો કાર સાથે અકસ્માત થયો હતો. આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો ખરેખર ખૂબ જ ખતરનાક છે. જેમાં જોવા મળે છે કે કારે યુવતીને તેના સ્કૂટર સાથે કચડી નાંખી છે.
આ પણ વાંચો : Crime News: અંધશ્રધ્ધાએ લીધો ભોગ!!! ડાકણ હોવાના વહેમે ગોળી મારી મહિલાની હત્યા
પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો
જીલ બારૈયા જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તે જ સ્કૂલની કાર સાથે તેનો અકસ્માત થયો હતો. ડોક્ટર બનવાનું સપનું જોનાર બાળકીના પિતાનું 15 દિવસ પહેલા હૃદયરોગના કારણે અવસાન થયું હતું. તેમના 13માની વિધિ બાદ યુવતી શાળાએ જવા નીકળી હતી ત્યારે અકસ્માત થયો હતો. તેના પિતાના મૃત્યુથી આધાતમાં પરિવાર આ સમાચાર સાંભળીને વધુ શોકમાં ડૂબ્યો હતો. જો કે અકસ્માત બાદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.