બનાસના બે ફાડિયાઃ વાવ-થરાદ અને બનાસકાંઠા બે અલગ જિલ્લાનું સત્તાવાર નોટિફિકેશન થયું જાહેર

બનાસકાંઠાઃ રાજ્ય સરકારે ચાલુ વર્ષે 1 જાન્યુઆરી રોજ બનાસકાંઠાના બે ભાગલા પાડીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો હતો. આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન ગુરુવારે બહાર પાડવામાં આવ્યું હતું. આ નોટિફિકેશન મુજબ, બનાસકાંઠા અને વાવ-થરાદ એમ બે અલગ જિલ્લા અસ્તિત્વમાં આવશે. નવા જિલ્લાઓની રચનાથી નાગરિકોને સરકારી સેવાઓ વધુ સરળતાથી અને ઝડપથી મળી રહેશે.
બનાસકાંઠા જિલ્લામાં આ 10 તાલુકાનો સમાવેશ
વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર જ રહેશે. આ નવા બનાસકાંઠા જિલ્લામાં કુલ 10 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં નવા રચાયેલા હડાદ અને ઓગડ તાલુકાનો પણ સમાવેશ થાય છે. બનાસકાંઠામાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા, ઓગડ અને હડાદ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વાવ-થરાદમાં ક્યા તાલુકાનો થયો સમાવેશ
બનાસકાંઠામાંથી અલગ પડીને બનેલા નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. આ નવા જિલ્લામાં કુલ 8 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વાવ-થરાદ જિલ્લામાં વાવ, થરાદ, સુઈગામ, દિયોદર, ભાભર, લાખણી, રાહ અને ધરણીધર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠાનું મસાલી બન્યું દેશની સરહદ પરનું પ્રથમ સોલાર ગામ, પાકિસ્તાન માત્ર આટલું જ છે દૂર…