ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો

ગાંધીનગરઃ રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા તેના રેગ્યુલેશન -૨૦૧૧ હેઠળ તા.૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના જાહેરનામાંથી તા.૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫થી વધુ એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

કમિશનર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા મુજબ, કોઈ પણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે. આમ ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ હાનિ પહોચે છે. જેથી વર્તમાન તેમજ ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્યને નુકસાનકારક ગુટકા પર કાયદા અન્વયે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: વ્યસન: અથથી ઈતિ સુધી

રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ પ્રતિબંધ મૂકતું નોટીફિકેશન કમિશનર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા.૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટકા કે પાન મસાલા અથવા જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેનાં વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા માલુમ પડશે તો ઉક્ત કાયદા હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button