ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, સંવેદનશીલ માહિતી મોકલતો જાસૂસ ઝડપ્યો…

દ્વારકાઃ ગુજરાત એટીએસ દ્વારા ફરી એક વખત દેશના ગદ્દારને ઝડપવામાં આવ્યો હતો. એટીએસ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરવાના આરોપમાં એક ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઓખા બીચ પર એક કંપનીમાં નોકરી હતી. જેની આડમાં તે ઓખા, દ્વારકા, જામનગરથી ભારતીય સૈનિકો સાથે જોડાયેલી જાણકારી પાકિસ્તાન મોકલતો હતો.
આ પણ વાંચો : Vadodaraમાં યુવાનને ગોંધીને માર મારવાના કેસમાં પાંચ પોલીસકર્મી પર ફોજદારી કેસ નોંધવા આદેશ
એટીએસએ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઓખામાં રહેતા દિપેશ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. તે છેલ્લા ઘણાં સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્ત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. દિપેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સરહદની તસવીરો પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલતો હતો. હાલ તેની વધુ પૂછપરછ કરવામાં આવી છે. જેમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે.
આ પણ વાંચો : મોરબી જીલ્લામાં વ્યાપક પાણી ચોરી, ૧૨૫ આસામીઓને ૧૨.૯૨ કરોડનો દંડ ફટકાર્યો
થોડા દિવસ પહેલા પણ પાકિસ્તાન માટે જાસૂસી કરનારા પંકજ કોટિયા નામના વ્યક્તિની પોરબંદરથી ગુજરાત ATSએ ધરપકડ કરી હતી. તે પાકિસ્તાન નેવીને કોસ્ટગાર્ડની ગુપ્ત માહિતી વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પાકિસ્તાનમાં રીયા નામના અધિકારીને પહોંચાડતો હતો. આ જાસૂસ પોરબંદરની તમાકુ ફેક્ટરીમાં કામ કરતો હતો.