Gujarat ATSને મળી મોટી સફળતા: ભોપાલથી જપ્ત કર્યું 1814 કરોડનું ડ્રગ્સ
ભોપાલ: રાજ્યમાં ચાલતા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ડ્રગ્સના કાળા કારોબારને ખુલ્લો પાડવામાં ગુજરાત ATS અને NCB દિલ્હીને એક મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ અને એનસીબી દિલ્હીએ સયુંક્ત રીતે મધ્ય પ્રદેશના ભોપાલમાં એક ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો. તેમણે અહીથી એમડી અને એમડી બનાવવા માટે વપરાતી સામગ્રી સહિત કુલ ₹1814 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગુજરાત એટીએસ અને એનસીબી દિલ્હીની આ સયુંક્ત કાર્યવાહીને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી છે. હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ઓપરેશનની માહિતી આપી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘આ સિદ્ધિ માદક દ્રવ્યોની હેરફેર અને દુરુપયોગ સામે લડવામાં અમારી કાયદા અમલીકરણ એજન્સીઓના અથાક પ્રયત્નોને દર્શાવે છે. તેમના સહયોગી પ્રયાસો આપણા સમાજના સ્વાસ્થ્ય અને સુરક્ષાની સુરક્ષામાં નિર્ણાયક છે. આપણી એજન્સીઓનું કાયદાના અમલીકરણ પ્રત્યેનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. ચાલો ભારતને સૌથી સુરક્ષિત અને સ્વસ્થ રાષ્ટ્ર બનાવવાના તેમના મિશનમાં તેમને સહકાર આપતા રહી.’
Also Read –