આપણું ગુજરાત

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને શિસ્ત જાળવવા અધ્યક્ષની ટકોર…

અમદાવાદઃ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ગૃહમાં શિસ્ત જળવાઈ રહે તે માટે ધારાસભ્યોને અવારનવાર ટકોર કરતા રહે છે, શુક્રવારે પણ અધ્યક્ષએ કડક શિક્ષકની જેમ વિધાનસભાના સભ્યોને ટકોર કરતાં કહ્યું હતું કે ધારાસભ્યો અને મંત્રીઓ અંદરો અંદર વાતો ન કરે. ઘણો સમય થઈ ગયો હવે બધાને શીખવાડવાનું ન હોય. સરખી રીતે બેસવું જોઈએ. એટલું જ નહીં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને ધારાસભ્ય કિરીટ પટેલને પણ ટકોર કરી હતી.

આ પણ વાંચો : Vibrant Gujarat Summit 2024માં કેટલા એમઓયુ થયા? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ

ના છૂટકે ટકોર કરવી પડી…..
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ધારાસભ્યોની વર્તણૂકથી નારાજ થયા હતા અને ના છૂટકે ટકોર કરવી પડી હતી. આ પહેલાં ગુરુવારે ગૃહમાં ફોટો પાડવા બાબતે ધારાસભ્ય કાંતિ અમૃતિયા બાદ અલ્પેશ ઠાકોરને પણ ટકોર કરી હતી. શંકર ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ગૃહની અંદર ફોટા ન પાડવા અને મોબાઇલ ગૃહની બહાર મૂકીને આવવાની સૂચના આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે હવે સૂચના નહીં અપાય, ધારાસભ્યોને સીધા બહાર કાઢી મૂકવામાં આવશે. જ્યારે વિધાનસભા ગૃહમાં કાર્યવાહીની વાત આવે છે, પ્રજાના પ્રશ્નોની ચર્ચા થતી હોય છે. એવા સમયે ઘણા ધારાસભ્યો ફોનમાં મસ્ત હોય છે. કેટલાક ફોનમાં વાતો કરે છે, તો કેટલાક ફોટા પાડે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં સરકારે હાથ ધર્યું ઓપરેશન ક્લીનઃ અસામાજિક તત્વોની હવે ખેર નથી…

ગૃહમાં હાજર રહેવા પણ તાકીદ
વિધાનસભાના અધ્યક્ષે ગૃહમાં પ્રધાનો અને તેમના સચિવોને પણ ગૃહમાં હાજર રહેવા પણ તાકીદ કરી હતી. અધિકારીઓને માગણીઓ પરની ચર્ચા દરમિયાન અધિકારીઓ હાજર ન રહેતા ટકોર કરી હતી. અને સંબંધિત અધિકારીઓ હાજર ન હોય તો હાજર રહેવા સુચના અપાઈ હતી. પ્રધાન કુંવરજી હળપતિ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની માગણીઓ રજૂ કરી રહ્યા હતા. ત્યારે આ દરમિયાન માગણીઓ રજૂ કરતી વખતે વિભાગના સચિવો હાજર ન રહેતા અધ્યક્ષે ટકોર કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button