આપણું ગુજરાત

વિધાનસભામાં શિષ્ટાચાર ભંગ બદલ ભાજપના ધારાસભ્ય સામે કાર્યવાહી; અધ્યક્ષે બહાર કાઢ્યા…

અમદાવાદ: ગયા અઠવાડિયાએ જ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગુહમાં શિસ્ત જળવાઈ રહે તે માટે ધારાસભ્યોને ટકોર કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શિષ્ટાચાર ભંગ બદલ ભાજપના ધારાસભ્ય સામે શિસ્તભંગની કાર્યવાહી કરી હતી. ભાજપના એક ધારાસભ્યને શિષ્ટાચાર ભંગ બદલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનાં રોષનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે તેમને થોડા સમય માટે ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા.

Mohan Dhodiya BJP

શું થયું ગૃહમાં?
મળતી વિગતો અનુસાર વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન ધારાસભ્ય ભગા બારડ દ્વારા પ્રશ્ન પૂછી રહ્યા હતા અને આ દરમિયાન મહુવાનાં ધારાસભ્ય મોહન ઢોડિયા વચ્ચેથી પસાર થયા હતા. ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તેઓ વાતચીત કરી રહ્યા હોય આથી ગેરશિસ્તનું પાલન કરવાને કારણે મોહન ઢોડિયાને બહાર કાઢવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ભગા બારડની રજૂઆત પૂર્ણ થયા બાદ ધારસભ્ય મોહન ઢોડિયાને ફરી ગૃહની કામગીરીમાં સમાવિષ્ટ કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Gujarat વહીવટી સુધારણા પંચની વેબસાઈટ લોન્ચ, પ્રથમ ભલામણ અહેવાલ સરકારને સોંપાયો

ગૃહમાં શિસ્ત જાળવવાની ટકોર
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહમાં શિસ્ત જળવાઈ રહે તે માટે ધારાસભ્યોને ટકોર કરી હતી. તેમણે વિધાનસભાના સભ્યોને ટકોર કરતાં કહ્યું હતું કે ધારાસભ્યો અને મંત્રીઓ અંદરો અંદર વાતો ન કરે. ઘણો સમય થઈ ગયો હવે બધાને શીખવાડવાનું ન હોય. સરખી રીતે બેસવું જોઈએ. એટલું જ નહીં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને ધારાસભ્ય કિરીટ પટેલને પણ ટકોર કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button