આપણું ગુજરાત

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે


આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્ર દરમિયાન વિધેયકો અને સરકારી કામકાજને બહાલી આપવામાં આવશે.
આ સત્ર દરમિયાન જીએસટી સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક, ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ગુડ એન્ડ સર્વિસ સુધારા વિધેયક, ગુજરાત ખેત ઉત્પાદન વિધેયક, ઓબીસી અનામત સંબંધી સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ તમામ કામકાજની કેબિનેટ દ્વારા બહાલી આપી દેવામાં આવી છે. હવે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવશે.
આવતીકાલથી શરૂ થતા વિધાનસભા ચોમાસા સત્રને લઈને આજે સાંજે 07:00 વાગ્યે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠકો લાવવામાં આવી છે. જેમાં અનુસાશનને લઈને ત્રણ લાઈનની વ્હીપજાહેર કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆરપાટીલ અને તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે જેમાં ત્રણ દિવસના વિધાનસભાના સત્ર માટેની રણનીતિને આખરી કરવામાં આવશે. આવતીકાલે શરૂ થતા ચોમાસા સત્રના પ્રથમ દિવસે ઓબીસી અનામત માટે રચાયેલી ઝવેરી કમિશનનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે, તેવી માહિતી મળી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button