આપણું ગુજરાતટોપ ન્યૂઝ

આજે ઉમેદવારીનો છેલ્લો દિવસ: વિસાવદરમાં 22, કડીમાં 10 ઉમેદવારોએ ભર્યા ફોર્મ; જુઓ યાદી…

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારીઓ હાલ જોરશોરથી ચાલી રહી છે. વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ હતી. કડી અને વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ નક્કી છે. આ દરમિયાન કડી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ આજે સોમવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તેમની સાથે ભાજપના અગ્રણી નેતાઓ સાથે મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. રાજેન્દ્ર ચાવડા કોંગ્રેસના રમેશ ચાવડા સાથે ટકરાશે. આ બેઠક પર ભારે રસાકસી જોવા મળશે. આ બેઠક અનુસૂચિત જાતિ (એસસી) ઉમેદવારો માટે અનામત બેઠક છે.

તે જ પ્રકારે ભાજપે જૂનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ એવા કિરીટ પટેલને વિસાવદર બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે મેદાને ઉતાર્યા છે. વિસાવદરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય રિબડીયા પણ હાજર રહ્યા હતા. કિરીટ પટેલે ફોર્મ ભરી જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

વીસાવદર બેઠકની વાત કરીએ તો અહીંની પેટાચૂંટણી ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે ત્રિપાંખિયો જંગ બની રહેવાની છે. આમ આદમી પાર્ટીએ પહેલેથી ગોપાલ ઈટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ત્યાર પછી ભાજપે કિરીટ પટેલ અને કૉંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. કઈ બેઠક પર કેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી તેની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કડી બેઠક પર ૧૦ ઉમેદવારો તેમજ ૨૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

૨૪-કડી (અ.જા.) વિધાનસભા બેઠક

ચાવડા જગદીશભાઈ ગણપતભાઈ (આમ આદમી પાર્ટી)
રમેશભાઈ મગનભાઈ ચાવડા (ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ)
સુહાગ રમેશભાઈ ચાવડા (ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ)
પ્રવિણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ (ભારતીય જન પરિષદ)
મકવાણા દશરથભાઈ ગણપતભાઈ (આપકી આવાઝ પાર્ટી)
રાજેન્દ્રકુમાર દાનેશ્વર ચાવડા (ભારતીય જનતા પાર્ટી)
પિયુષ કરશનભાઈ સોલંકી (ભારતીય જનતા પાર્ટી)
અલ્પેશભાઈ જશુભાઈ પરમાર (માલવા કોંગ્રેસ)
નાગેશકુમાર ગણપતભાઈ ઝાલા (અપક્ષ)
સેનમા ભરતકુમાર ગાભુભાઈ (અપક્ષ)

૮૭-વિસાવદર વિધાનસભા બેઠક

દલસુખભાઈ વશરામભાઈ હીરપરા (અપક્ષ)
ગોપાલભાઈ ગોરધનભાઈ ઈટાલીયા (આમ આદમી પાર્ટી)
હરેશભાઈ છગનભાઈ સાવલીયા (આમ આદમી પાર્ટી)
અનિલભાઈ નરેન્દ્રભાઈ ચાવડા (ન્યુ ઈન્ડીયા યુનાઈટેડ પાર્ટી)
પરમાર રાજેશકુમાર પ્રેમજીભાઈ (અપક્ષ)
કલ્પનાબેન અનિલભાઈ ચાવડા (ભારતીય જન પરિષદ)
કિરીટ બાલુભાઈ પટેલ (ભારતીય જનતા પાર્ટી)
રમણીકભાઈ જીવરાજભાઈ દુધાત (ભારતીય જનતા પાર્ટી)
કિશોરભાઈ ગોબરભાઈ કાનકડ (પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટી)
રજનીકાંત પોપટભાઈ વાધાણી (અપક્ષ)
રાણપરીયા નિતીનકુમાર લખમણભાઈ (ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ)
ચંદ્રીકાબેન કરશનભાઈ વાડદોરીયા (ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ)
યુનુસભાઈ હુસુનભાઈ સોલંકી (અપક્ષ)
હિતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા (અપક્ષ)
સોલંકી રોહિત બધાભાઈ (અપક્ષ)
તુલશીભાઈ મનુભાઈ લાલૈયા (અપક્ષ)
સુરેશકુમાર જયંતીભાઈ માળવીયા (અપક્ષ)
બિનલકુમાર વિષ્ણુભાઈ પટેલ (આપકી આવાઝ પાર્ટી)
પ્રજાપતિ ભરતભાઈ સવજીભાઈ (અપક્ષ)
ટાંક સંજય હિતેષભાઈ (અપક્ષ)

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના બંને ઉમેદવારો વિધિવત રીતે જાહેર થઈ ચૂક્યા છે. હવે 19 જૂનના રોજ વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજવાની છે. ત્યારે કડી વિધાનસભા જે ભારતીય જનતા પાર્ટીના ફાળે હતી તે અકબંધ રહેશે કે કેમ તેમજ આમ આદમી પાર્ટીના ફાળે ગયેલી વિસાવદર વિધાનસભા બેઠક ભાજપ આંચકે છે કે કેમ તે જોવું રહ્યું.

આપણ વાંચો : વિસાવદર બેઠક માટે કોંગ્રેસે જાહેર કર્યો ઉમેદવાર, નીતિન રાણપરિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button