ગુજરાત બજેટ સત્રઃ ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા કોણે કરી માંગ?

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. બીપીએલ લાભાર્થીઓને રૂપિયા ૫૦૦ માં ગેસ સિલિન્ડર આપવા કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ માંગ કરી હતી. જેના જવાબમાં મંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો.
Also read : આજે એક દિવસ ભલે માતૃભાષાના ગૂણગાન ગાઈએ, પણ આ હકીકત ડંખ દઈ દે તેવી છે…
અમિત ચાવડાએ શું કહ્યું હતું
વિધાનસભામાં કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું, ગુજરાતમાં ભાજપ સરકાર ૩૦ વર્ષથી શાસન કરી રહી છે. ગુજરાતની મહિલાઓ રોજેરોજ સમાચાર જોવે છે અને વાંચે છે. ગુજરાતની આજુબાજુના રાજ્યમાં કે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં 500 રૂપિયામાં રાંધણગેસનો બાટલો મળે છે. ગુજરાતમાં મહિલાઓને સરકાર 500 રૂપિયામાં રાંધણગેસનો બાટલો આપવા માંગે છે કે કેમ ? જેના જવાબમાં મંત્રી ભીખુસિંહ પરમારે કહ્યું, બીપીએલ કાર્ડ ધારકોને રૂ. 500માં ગેસ સિલિન્ડર આપવા માટે સરકારની વિચારણા છે.