ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજથી પ્રારંભ: બીજીએ સરકારનું બજેટ રજૂ થશે | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજથી પ્રારંભ: બીજીએ સરકારનું બજેટ રજૂ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સરકારની ૧૫મી વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી એટલે કે, તા. પહેલી ફેબ્રુઆરી ૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે. જેમાં તા. બીજી ફેબ્રુઆરીના બજેટ રજૂ થશે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, આ ગુજરાતને આગળ લઈ જતું બજેટ રજૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે. બજેટ સત્રમાં ગુજરાત ભાવી બાબતે બજેટ રજૂ થશે. ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, રાજ્ય વિધાનસભાનાં બજેટ સત્રના બીજા દિવસે બજેટ રજૂ કરવામાં આવશે. તેમ જ તા. પહેલી ફેબ્રુઆરીથી લઈ તા.૨૯મી ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર ચાલુ રહેશે. એક મહિના સુધી ચાલનાર બજેટ સત્ર દરમિયાન ૨૬ બેઠકો યોજાશે. બજેટ સત્રમાં રામ મંદિર માટે એક અભિનંદન પ્રસ્તાવ લાવવાના છીએ. તા. પાંચમીએ સલાહકાર સમિતિમાં પ્રસ્તાવ રજૂ કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કામકાજ સલાહકાર સમિતિમાં જે કામકાજ આખા મહિનાનું નક્કી કરવામાં આવ્યું છે. એ સર્વાનુમત્તે નક્કી કરવામાં આવ્યું છે. તેમજ વિપક્ષના સભ્યો પણ હાજર હતા અને તેમની પણ આ બાબતે સંમતિ હતી, તેમ જ વિધાનસભા ગૃહમાં ૭-૮ વિધેયક લાવવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈ બીજી વખત તા. બે ફેબ્રુઆરીએ ૨૦૨૪-૨૫ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરશે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button