ગુજરાતમા હથિયાર ખરીદી કૌભાંડ મામલે વધુ 16 ઝડપાયા, 15 હથિયાર અને 498 રાઉન્ડ જપ્ત કરાયા

અમદાવાદઃ ગુજરાત એટીએસએ નકલી ડોક્યુમેન્ટના આધારે લાઇસન્સ મેળવીને હથિયાર ખરીદવાનું કૌભાંડ ઝડપ્યું હતું. અગાઉ 7 એજન્ટ, ત્યાર બાદ હથિયાર ખરીદનારા 16 આરોપી અને 12 એપ્રિલના રોજ બીજા વધુ 16 આરોપીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત હથિયાર કેસમાં મુખ્ય આરોપી શોકત અલીની ધરપકડ કરી હતી.16 આરોપી પાસેથી 15 હથિયાર અને 489 રાઉન્ડ કરવામાં આવ્યાં હતા.
એટીએસએ હથિયારના કેસમાં વધુ 16 આરોપીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત હથિયાર કૌભાંડના મુખ્ય આરોપી શોકત અલીની નાગાલેન્ડથી ધરપકડ કરવામાં આવી હતી. શોકત ગુજરાતના મુખ્ય સાત એજન્ટના સંપર્કમાં હતો. એજન્ટ દ્વારા અન્ય આરોપીઓને હથિયાર આપતો હતો. હથિયાર માટે 19 લાખ રૂપિયા સુધીની રકમ વસૂલી છે. એટીએસએ ઝડપેલા 16 આરોપી પાસેથી 8 રિવોલ્વર, 2 પિસ્તોલ, 5 બાર બોર ગન સહિત 15 હથિયાર અને 489 રાઉન્ડ કબજે કરવામાં આવ્યા હતા.
શોકત પોતાનું ગન હાઉસ ચલાવતો હતો
અત્યારસુધી આ કેસમાં 40 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. શોકત પોતાનું ગન હાઉસ ચલાવતો હતો. તેની ગન વધુ વેચાય એ માટે ગુજરાતમાંથી જે ગ્રાહકો આવતા તેને બોગસ લાઇસન્સ અપાવતો હતો. આ કેસમાં શોકત સિવાય હજુ બે આરોપી સંડોવાયેલા છે, જેની તપાસ ચાલી રહી છે.
વધુ 16 આરોપી ઝડપાયા
ઝડપાયેલા વધુ 16 આરોપીમા અનિલ રાવલ, અરજણ ભરવાડ, ભરત ભરવાડ, દેવલ ભરવાડ, જનક પટેલ, જય પટેલ, જગદીશ ભૂવા, લાખા ભરવાડ, મનીષ રૈયાણી, નિતેશ મેર, રમેશ ભરવાડ, રિશી દેસાઈ, સમીર ગધેથરિયા, વિરાજ ભરવાડ઼, વિરમ ભરવાડના નામનો સમાવેશ થાય છે.