Gujarat સરકારનો મોટો નિર્ણય, નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સૈધ્ધાંતિક મંજૂરી…
ગાંધીનગર : ગુજરાત(Gujarat)સરકારે લોકોની આરોગ્ય સુખાકારી વધારવા માટે મોટો નિર્ણય લીધો છે. જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કુલ 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો(PHC)ને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.
આ પણ વાંચો : Gujarat માં એક વર્ષમાં દુષ્કર્મની 648 ઘટનાનો દાવો, આમ આદમી પાર્ટીએ ગૃહ મંત્રીનું રાજીનામું માંગ્યું…
રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. વસ્તીના ઘોરણો ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઇ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેથી આવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સુચારૂ રૂપે પુરી પાડી શકાશે.
ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજુર
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવે છે. જે મુજબ સામાન્ય વિસ્તારમાં 30,000 અને આદિજાતિ વિસ્તારમાં 20,000ની ગ્રામ્ય વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે છે.
આ પણ વાંચો : બહારથી આવતા પ્રવાસીઓ ને ગુજરાતમાં દારૂ ખરીદવો મુશ્કેલ બન્યો, જાણો શું છે નવો નિયમ…
સ્થાનિકો માટે આ કેન્દ્રો આશીર્વાદરૂપ સાહિત થશે
હાલ રાજ્યમાં 2011ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ 1499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર , લેબોરેટરી ટેકનીશીયન, જુનિયર ફાર્માસિસ્ટ,સીનીયર ક્લાર્ક સહિતના અન્ય સ્ટાફની નિમણૂક કરાય છે. હાલ જે જગ્યાઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ઘટ છે ત્યાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચતી કરવામાં સ્થાનિકો માટે આ કેન્દ્રો આશીર્વાદરૂપ સાહિત થશે.