ગજબ ! Amreli માં કારમાલિકે જૂની કારને સમાધિ આપી, લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા…
અમદાવાદ : ગુજરાતના અમરેલી(Amreli)જિલ્લાના પાડરશીંગા ગામમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ખેડૂતે પોતાની જૂની કારને સમાધિ આપીને સ્મારક બનાવ્યું છે. આ દરમિયાન વિધિ મુજબ પૂજા કરવામાં આવી હતી અને સમગ્ર ગામમાં ખૂબ જ ધામધૂમથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ નિર્જીવ વસ્તુને સમાધિ આપવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે.
આ પણ વાંચો : શિયાળુ પાકોની વાવણી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે જાહેરી કરી એડવાઈઝરી
12 ફૂટ ઊંડો ખાડો ખોદીને કારને દાટી દેવાનું નક્કી કર્યું
કાર માલિકે સંતો-મહંતોની હાજરીમાં કારની યાદી રાખવા સમાધિ આપી હતી. કાર માલિકે જણાવ્યું કે આ કાર અમારી પાસે 2013-14થી છે. આ કાર અમારા પરિવારના સારા અને ખરાબ દરેક પ્રસંગોમાં અમારી સાથે રહી છે. આ કાર આવ્યા પછી જ અમે પ્રગતિ કરી. તેથી કાર વેચવાને બદલે અમે અમારા ખેતરમાં 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને કારને દાટી દેવાનું
નક્કી કર્યું હતું.
આ પણ વાંચો : Gujaratમાં સવારે તથા રાતે ઠંડીનો અનુભવઃ ગુલાબી ઠંડી માટે રાહ જોવી પડશે
2013-14માં ફોર વ્હીલર ખરીદ્યું હતું.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાડરશિંગા ગામમાં કારને દાટવામાં આવી હતી. ફોર વ્હીલર કારને ફૂલોથી શણગારવામાં આવી હતી. બાદમાં આખું ગામ મેદાનમાં સમાધિ આપવા બહાર આવ્યું હતું. મળતી વિગતો મુજબ પાડરશિંગા ગામના ખેડૂત સંજય પોલરાએ વર્ષ 2013-14માં ફોર વ્હીલર ખરીદ્યું હતું.
ખેડૂત સંજય પોલરા માને છે કે તેમની પ્રગતિ કાર આવ્યા પછી થઈ છે. આ પ્રગતિ ચાર પૈડાવાળી ગાડીને કારણે થઈ. તેથી હવે તેમની જૂની ફોર વ્હીલ કાર વેચવાને બદલે ફોર વ્હીલ કારને સમાધિ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.સંજય પોલારાએ પોતાની વાડીમાં 12 ફૂટ ઊંડો ખાડો બનાવી કારની વિધિ સાથે સમાધિ આપવાની અનોખી પહેલ કરી હતી.
બુલડોઝર વડે કાર પર માટી નાખવામાં આવી
પોતાની કારને નસીબદાર માનતા ખેડૂત સંજય પોલરા સુરતમાં બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ફૂલોના માળાથી શણગારેલી કારને દાટવામાં આપવામાં આવે તે પહેલાં ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. તેની બાદ કારને સમાધિના ખાડામાં નીચે ઉતારવામાં આવી હતી. ત્યાર બાદ બુલડોઝર વડે કાર પર માટી નાખવામાં આવી હતી.
આ પણ વાંચો : થાઇલેન્ડમાં સુરતની દીકરી ઝળકી: એશિયન યોગાસન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી
આ પહેલ ખૂબ જ પ્રેરણાદાયી
આ પ્રસંગે સુરત, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી સંજયના સંબંધીઓ અને અન્ય લોકો ભાગ લેવા આવ્યા હતા. સંજયના મિત્ર રાજુભાઈ જોગાણીએ જણાવ્યું કે આ પહેલ ખૂબ જ પ્રેરણાદાયી છે. પાડરશીંગા ગામમાં યોજાયેલા આ અનોખા કાર્યક્રમની સમગ્ર અમરેલી જિલ્લામાં ચર્ચા થઈ રહી છે.