Ambajiમાં ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોની સુવિધા માટે QR કોડ લોન્ચ કર્યો | મુંબઈ સમાચાર

Ambajiમાં ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોની સુવિધા માટે QR કોડ લોન્ચ કર્યો

અંબાજીઃ શકિતપીઠ અંબાજી(Ambaji) ખાતે આગામી 12મી સપ્ટેમ્બર થી 18મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે. રાજ્યના ખૂણે-ખૂણેથી માઇભક્તો પગપાળા ચાલીને અંબાજી આવતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓને કોઇ અવગડતા ન મળે એ માટે તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મેળામાં યાત્રાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક QR કોડ જનરેટ કરવામાં આવ્યો છે. ગુગલ મેપ્સ દ્વારા કોઈપણ વ્યક્તિ તેના ઇચ્છિત સ્થાન પર સીધા પહોંચવા માટે કોડને સ્કેન કરી જાણકારી મેળવી શકે છે.

Back to top button