PM Modi Gujarat Visit: વડોદરામાં પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાનની મુલાકાત પૂર્વે સઘન સુરક્ષા વ્યવસ્થા
અમદાવાદઃ સ્પેન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(PM Modi Gujarat Visit) મુલાકાતને પગલે પોલીસ દ્વારા આજે વડોદરામાં ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યુ છે. જેમાં SPG સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓના સયુંકત નિરીક્ષણમાં રિહર્સલ કરવામાં આવ્યું હતુ. આજે સ્પેનના વડાપ્રધાન તેમના પત્ની સાથે વડોદરા આવવાના હોય રાજનાથ સિંહ અને એસ.જય શંકર આજે સાંજે તેઓને આવકારવા માટે વડોદરા આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સ્પેનના વડાપ્રધાન અને તેમના પત્ની ખોડીયાર નગર ખાતે આવતીકાલે 28મી ઓક્ટોબરના રોજ ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે દરબાર હોલમાં ભોજન લેશે.
પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું
જેના પગલે આજે એરપોર્ટથી ખોડિયાર નગર ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્ષ અને લક્ષ્મી વિલાસ પેલેસ સુધી પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતુ. આ રિહર્સલમાં SPG તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા. વડાપ્રધાનના કાફલાના વાહનો પણ આ રિહર્સલમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં રૂટ પર પોલીસનો કાફલો ખડકાયો છે. નવ કિલોમીટરના રૂટ પર પોલીસ રિહર્સલ કરી રહી છે.