અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabadની ખ્યાતિ હોસ્પિટલ વિવાદના ઘેરામાં, સ્ટેન્ટ મુકતા બે દર્દીના મોતનો આક્ષેપ

અમદાવાદ : અમદાવાદમાં(Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ બે દર્દીના મોતના મામલે વિવાદના ઘેરામાં આવી છે. જેમાં મૃતકના સગાઓએ હોસ્પિટલની બેદરકારીથી મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત હોસ્પિટલમાં જાણ વિના 19 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ 10 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ યોજ્યા બાદ લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા. જેમાં જાણ કર્યા વિના 19 લોકોની એન્જીયોગ્રાફી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીના મોત નિપજ્યાનો પરિવારજનોનો આક્ષેપ કર્યો છે.

બધું જ સરકારી લાભ ખાટવા માટે કર્યું
આ ઉપરાંત બોરીસણા ગામના સરપંચનો આક્ષેપ છે કે ગામમાંથી ઘણાં લોકોને વધુ તપાસ અને મફત સારવારનું કહીને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. પરંતુ, તેમના પરિવારજનોને જાણ કર્યા વિના જ એન્જીયોગ્રાફી કરી દેવામાં આવી હતી જ્યારે મૃતકોની સ્થિતિ ગંભીર હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે. પરંતુ તેમ છતાં તેમના પરિવારમાંથી કોઈને જાણ ન કરાઈ. તેમણે આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલે આ બધું જ સરકારી લાભ ખાટવા માટે કર્યું હતું. જેમને કોઈપણ પ્રકારની તકલીફ ન હતી. તેમને પણ એન્જીયોગ્રાફી કરી દેવાઈ છે. તેમજ મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયેલા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જ્યારે અન્ય પાંચ દર્દીઓ હાલ ICUમાં સારવાર હેઠળ છે. આ ઘટના બાદ હોસ્પિટલમાંથી ડોક્ટરો ગાયબ થયા છે કોઇ ઉત્તર આપતા નથી.

ઘટનાના પગલે સરકાર એકશન મોડમા
ખ્યાતિ હોસ્પિટલની સામે સરકાર એકશન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સમગ્ર ઘટના અંગેની માહિતી મેળવીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. PMJAY યોજના હેઠળ એક સાથે 19 વ્યક્તિઓને સ્ટેન્ટ મૂકવાની ક્યારેય પરવાનગી મળતી નથી. જેના પગલે હવે હોસ્પિટલ સામે પણ એકશન લેવામાં આવશે. જરૂર પડે હોસ્પિટલનું લાયસન્સ રદ કરાશે. જે ડોકટરો એ સર્જરી કરી છે તેમનું પણ લાયસન્સ રદ થઇ શકે છે.

આ પણ વાંચો…..Vadodara ની IOCL રિફાઈનરીમાં લાગેલી આગમાં બે કર્મચારીના મોત

આરોગ્ય વિભાગે નોટીસ ફટકારી
આ ઘટના બાદ ખ્યાતિ હોસ્પિટલને આરોગ્ય વિભાગે નોટીસ આપી છે. PMYJ યોજના હેઠળ કોઇ પણ હોસ્પિટલ કેમ્પ કરી શકતી નથી. PMYJ હેઠળ દર્દીના ઓપરેશન પહેલા આરોગ્ય વિભાગની મંજૂરી લેવી ફરજિયાત છે. ફાઇલ પ્રોસેસ કરતા પહેલા પરવાનગીની જરૂરી પડે છે. આરોગ્ય વિભાગની ટીમ ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવશે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button