અમદાવાદઆપણું ગુજરાત

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shahએ નવા વર્ષની આ રીતે કરી ઉજવણી

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) દિવાળીના તહેવારોમાં ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે નવ વર્ષ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહના નિવાસ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના આગેવાનો, રાજકરણીઓ અને કાર્યકરો સાથે નવ વર્ષની શુભકામનાની આપ-લે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમિત શાહની નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમણે કાર્યકરો અને પાર્ટીના નેતાઓ સહિત નાગરિકોને પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

સંગઠનના હોદ્દેદારોએ પણ સ્નેહમિલનમાં હાજરી આપી

ભાજપના દિગ્ગજ નેતાઓએ કેન્દ્રીય ગૃહમંત્રીએ શુભકામનાઓ આપી હતી. જેમાં સાંસદ દિનેશ મકવાણા, સાંસદ એચ.એસ.પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ભાજપ અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, પૂર્વ ધારાસભ્યો સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોએ પણ સ્નેહમિલનમાં હાજરી આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવ વર્ષની શરૂઆત ભગવાનના દર્શનથી કરી

આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવ વર્ષની શરૂઆત ભગવાનના દર્શનથી કરી છે. તેમણે ગાંધીનગરમાં આવેલા પંચદેવ મંદિરે પહોંચીને દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગરના પંચદેવ મંદિરે દર્શન, પૂજન અને આરતી કરીને નવા વર્ષની શરૂઆત કરી. રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની ઈશ્વરને પ્રાર્થના કરી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button