ગુજરાતમાં આપના ધારાસભ્ય Chaitar Vasava ની ડેડિયાપાડાથી અટકાયત
ભરૂચઃ ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા(Chaitar Vasava)સામે ભરૂચ જિલ્લાના રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે તેઓ તેમના ગામથી રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસે ડેડિયાપાડા તાલુકાના નવાગામ ગામેથી ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરી છે મોટી સંખ્યામાં આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પીડિતોને ન્યાય અપાવવો ગુનો બન્યો
અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને પગલે હાજરી આપવા જઈ રહેલા ચૈતર વસાવાના કાફલાને પોલીસે નવાગામ (દેડી) પાસે અટકાવી દીધો હતો. શાબ્દિક સંઘર્ષ બાદ અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યુ હતુ કે, પીડિતોને ન્યાય અપાવવો ગુનો હોય તેવું સરકાર વલણ અપનાવી રહી છે.
Also Read – 2025 પહેલા સરકારી અધિકારીઓને લહાણી: રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો 7 ટકાનો વધારો…
અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યા હતાં
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યુ હતું કે, અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની બે એફઆઈઆર કરી છે. બ્લાસ્ટમાં મૃત્યુ થયેલા વ્યકિતના પરિવારોને વળતર અપાવ્યુ એ ગુનો કર્યો છે? અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યા હતાં