આપણું ગુજરાતગાંધીનગર

ગુજરાત સરકારે 2025 ના વર્ષને જાહેર કર્યું “જનજાતિય ગૌરવ વર્ષ”

ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આગામી વર્ષ 2025માં ભારતના બંધારણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિતે “સંવિધાનનો અમૃત મહોત્સવ”ની ઉજવણી કરશે. સાથે જ કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવા સંદર્ભે પણ ઉજવણી કરવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat માં શીત લહેર, હવામાન વિભાગે કરી કાતિલ ઠંડીની આગાહી

2025નું વર્ષ જનજાતિય ગૌરવ વર્ષ

આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી સરકારના નિર્ણયની માહિતી આપતા કહ્યું હતું કે, આવતા વર્ષે “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વિઝન સાથે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીની તેમજ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના 100માં જયંતી વર્ષની પણ ભવ્ય ઉજવણી કરાશે. આ સાથે જ, ભગવાન બિરસામુંડાની 150મી જયંતી નિમિત્તે ગુજરાતમાં આગામી વર્ષ 2025ને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : PMJAY યોજનાનું કૌભાંડઃ 1,500 રુપિયામાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવવાનો પર્દાફાશ, 6થી વધુની ધરપકડ

સરકારે કરી કારોબારી સમિતિની રચના

તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી વર્ષે સંવિધાનના અમૃત મહોત્સવ, સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જયંતી, અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતી તેમજ જનજાતિય ગૌરવ વર્ષની ભવ્ય ઉજવણી માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળની સંચાલન સમિતિ તેમજ મુખ્ય સચિવની અધ્યક્ષતા હેઠળ કારોબારી સમિતિની રચના કરાઇ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button