Gujarat: શિયાળાને ખો આપી ઉનાળો શરૂ થઈ ગયો, 15 શહેરોનું તાપમાન આટલું વધ્યું

અમદાવાદઃ Gujarat ગુજરાતમાં શિયાળાની એક અનોખ મજા છે. ગુલાબી ઠંડીથી નવેમ્બર મહિનામાં જ શિયાળો Winter પગપેસારો કરે છે અને ડિસેમ્બર-જાન્યુઆરીમાં તો ગુજરાતના મોટા ભાગના શહેરોમાં હાડ ધ્રુજાવતી ઠંડી અનુભવાય છે. શહેરોમાં લોકો ઘરમાં પુરાઈ જાય છે ત્યારે ગામડામાં તાપણા કરવામાં આવે છે. આ સાથે શિયાળાની વાનગીઓ, ઔષધીઓથી બજારો ઊભરાય છે. પણ આ વખતે ગુજરાતના લોકોએ શિયાળા Winter જેવી સ્થિતિ લગભગ અનુભવી જ નથી તેમ કહીએ તો ખોટું નથી. વચ્ચે બે ચાર દિવસ માટે માવઠાને લીધે ઠંડીએ ચમકારો બતાવ્યો હતો, બાકી વહેલી સવાર અને મોડી સાંજે ઠંડા પવનો અને થોડી ટાઢથી વિશેષ શિયાળો Winter દેખાયો નથી. ત્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં ફરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જાણે શિયાળાએ કો આપી હોય અને ઉનાળો Summer શરૂ થઈ ગયો હોય તેવો અનુભવ દિવસ દરમિયાન થાય છે.
રાજ્યના 15 જેટલા શહેરોમાં તાપમાન બપોરે 30 ડિગ્રીને પાર છે. સવારે થોડી ઠંડી અને બપોરે તાપ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીને પાર થયુ છે. ત્યારે ગાંધીનગરમાં 14 ડિગ્રી, નલિયામાં 15 ડિગ્રી તથા અમદાવાદ, ડિસા, વડોદરા, અમરેલીમાં 16 ડિગ્રી તાપમાન છે.
કંડલા, ભાવનગર, પોરબંદરમાં 17 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર અને વલ્લભવિદ્યાનગરમાં પણ 17 ડિગ્રી તાપમાન છે. મહત્તમ તાપમાન સામાન્ય કરતા 5 ડિગ્રી વધારે છે. આ વર્ષે ત્રણે ઋતુમાં મોટા ફેરફારોનો અનુભવ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વિધિવત ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. તેમજ અમદાવાદ, ભરુચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, ગાંધીનગર, કચ્છ, ખેડા, નર્મદા, રાજકોટ, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.આણંદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, જુનાગઢ, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
શિયાળામાં ઠંડીના અભાવને લીધે ઘણી ખેતપેદાશો અને બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ છે