આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષ માટે 102 ખાનગી સ્કૂલોને મંજૂરી અપાઈ…

અમદાવાદઃ  ગુજરાત(Gujarat)માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી બેઠકમાં નવા શૈક્ષણિક વર્ષથી 102 ખાનગી સ્કૂલો શરૂ કરવાની પ્રોવિઝનલ મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત કારોબારીએ ઓનલાઈન દસ્તાવેજોના આધારે 212 સ્કૂલોની અરજી નામંજૂરી કરી હતી. જેથી જે સ્કૂલોની અરજી મંજૂર કરાઈ નથી તે સ્કૂલો હવે શિક્ષણ વિભાગમાં અપીલ કરી શકશે.

Also read : Gujarat માં મહેસૂલી સુધારાના પ્રયાસો, 18 હજાર ગામોમાં જમીન રી-સર્વેની કામગીરી પૂર્ણ

રિપોર્ટના આધારે સ્કૂલની કાયમી નોંધણી થશે

શિક્ષણ બોર્ડે જે સ્કૂલોને પ્રોવિઝનલ મંજૂરી આપી છે તે સ્કૂલોની જે તે જિલ્લાના શિક્ષણ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને તેનો રિપોર્ટ રજૂ કરાશે. આ રિપોર્ટના આધારે સ્કૂલની કાયમી નોંધણી થશે. શિક્ષણ વિભાગની પ્રોવિઝનલ મંજૂરી બાદ પણ અનેક સ્કૂલોને કાયમી નોંધણી માટે લાંબો સમય રાહ જોવી પડતી હોવાની પણ અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે.

Also read : GPSCની આ પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર, જાણો શું છે કારણ

212 અરજીઓ નામંજૂર કરાઈ

ગુજરાતમાં શિક્ષણ બોર્ડને નવા શૈક્ષણિક વર્ષ માટે નવી ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરૂ કરવા માટે 314 અરજીઓ મળી હતી. આ અરજીઓ મળ્યા બાદ શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિની બેઠકમાં દરેક સ્કૂલોની દરખાસ્તની ચકાસણી કર્યા બાદ મંજૂરી અને નામંજૂરીના ઓર્ડર કરવામાં આવ્યા હતાં. જેમાં 102 સ્કૂલોની અરજીઓ મંજૂર કરાઈ હતી અને 212 અરજીઓ નામંજૂર કરાઈ હોવાનું શિક્ષણ વિભાગના સુત્રો તરફથી જાણવા મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button