આપણું ગુજરાત

ગુજરાતમાં બોર્ડના પરીક્ષાર્થીઓ માટે માર્ગદર્શિકા થઈ જાહેર, પાલન નહીં કરો તો….

Gujarat Board Exams: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને 12ની જાહેર પરીક્ષા આગામી 27મી ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓ માટે ઉત્તરવહી ભરવા સંબંધિત અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રશ્નપત્ર અને ઉત્તરવહીમાં વાદળી રંગની બોલપેન સિવાય કોઇ રંગની શાહીનો ઉપયોગ કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે. જવાબવહી કે પૂરવણીમાં ધાર્મિક નિશાની પણ નહીં કરવાની બોર્ડ દ્વારા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે. ગાઇડ લાઇનનું ઉલ્લંઘન કરનારા પરીક્ષાર્થી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાર્થીએ પોતાની ફી રસીદ, પ્રવેશપત્ર પર આપેલા બેઠક નંબર અને બારકોડ સ્ટિકર પરનો બેઠક નંબર એક જ છે તેની ખાતરી કરવી. બારકોડ સ્ટિકર ચોંટાડવાના નિયત ખાનામાં જ ચોંટાડવું અને તેની સાથે કોઈ ચેડાં કરવા નહીં. બેઠક નંબરમાં પરીક્ષાર્થીએ પોતાનો બેઠક નંબર નિયત જગ્યા પર જ અંગ્રેજી અક્ષરો અને અંકોમાં સ્પષ્ટ રીતે લખવો. તેમાં કોઈ પણ પ્રકારની છેકછાક કરવી નહીં.

Also read: ગુજરાતમાં ગણિતના શિક્ષકો સરવાળામાં કાચા, બોર્ડ પેપરમાં ખોટી ગણતરી માટે અધધ રૂ. 64 લાખનો દંડ

આ ઉપરાંત ઓળખ ગુપ્ત રાખવી. જેમાં ઉત્તરવહી કે પુરવણીના કોઈપણ પાના પર પોતાની ઓળખ જાહેર થાય તેવા કોઈ પણ નંબર, નામ, ચિન્હ કે ધાર્મિક લખાણ કરવા નહીં. જવાબવહી નંબરની ખરાઈમાં વર્ગખંડમાં હાજર રિપોર્ટ પત્રકમાં આપેલ જવાબવહી નંબર અને બારકોડ સ્ટિકર પરના બેઠક નંબર સાથે ખાતરી કરીને જ સહી કરવી.

પરીક્ષાર્થીએ કોઇપણ ભાગમાં લખાણ કરતી વખતે વાદળી મતલબ કે ભુરા રંગની શાહી, બોલપેન સિવાય અન્ય કોઇ રંગની શાહીનો ઉપયોગ કરી શકશે નહીં. જવાબના મથાળા કે પેટા મથાળાની નીચે લીટી દોરવા માટે પણ અન્ય રંગની શાહીનો ઉપયોગ કરવાનો નથી. વધુમાં જણાવ્યું કે જવાબવહીમાં પ્રત્યેક પાનાની બન્ને બાજુએ લખવાનું છે. વિભાગવાર પ્રશ્નોના ઉત્તર લખવાના છે. વિભાગ બદલાય એટલે નવા પાના પરથી જવાબ શરૂ કરવા પડશે. પરીક્ષાર્થીએ ખાખી સ્ટીકર જેમાં પરીક્ષા સમય પૂર્ણ થવાના 10 મિનિટ પહેલાં મુખ્ય જવાબવહી અને પુરવણી પર ખાખી સ્ટીકર નિયત જગ્યાએ ચોંટાડવાનું રહેશે. આ વિગતોમાં અપૂર્તતા માટે પરીક્ષાર્થી ઉપરાંત ખંડ નિરિક્ષક પણ જવાબદાર રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button