નડિયાદમાં પાર્ટી પ્લોટ સંચાલકો પર જીએસટીના દરોડા, પકડાઈ શકે છે મોટી કરચોરી…

નડિયાદઃ જીએસટી વિભાગ છેલ્લા થોડા દિવસોથી ફરી સક્રિય થયું છે. નડિયાદના ધ ગ્રાન્ડ ચેતક અને સંગાથ પાર્ટી પ્લોટમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સર્ચ દરમિયાન મોટી સંખ્યામાં કરચોરી સામે આવે તેવી શક્યતા છે. દરોડાના પગલે પાર્ટી પ્લોટ માલિકોમાં ફફડાટ ફેલાયો હતો.
આ પણ વાંચો : ડાંગમાં TDO એસીબીની છટકામાં ઝડપાયા, બિલમાં સહી કરવા માંગ્યા હતા રૂ.6000…
રાજકોટમાં પણ જીએસટી વિભાગે પાડ્યા દરોડા
રાજકોટમાં જીએસટી વિભાગે રમકડાની પેઢી કાર્યવાહી હાથ ધરી હતી. યાજ્ઞિક રોડ ઉપર આવેલા સિમંધર ટોય્સ ઉપર સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા દરોડા પાડ્યા હતા. પેઢી અને ગોડાઉન સહિત અડધો ડઝન સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.. જીએસટી વિભાગ દ્વારા રમકડાની પેઢીઓમાં હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવી છે. જીએસટી વિભાગે યાજ્ઞિક રોડ, સાધુ વાસવાણી રોડ ભક્તિનગર સર્કલ, સહિતના સ્થળોએ શોરૂમ અને ગોડાઉનમાં મળી કુલ છ સ્થળોએ તપાસ કરી હતી. જેમાં જીએસટી વિભાગે છ દુકાનો એક દિવસ માટે સીલ કરી હતી.
રમકડાના વેપારી દ્વારા મોટી કર ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે જીએસટી વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન જો કોઇ ગેરરીતિ જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.