આપણું ગુજરાત

કરચોરી મુદ્દે વેપારીઓમાં ફફડાટઃ અમદાવાદ, સુરત, વાપી અને વ્યારામાં 14 વેપારીની 9 કરોડની કરચોરી ઝડપાઈ

અમદાવાદઃ ગુજરાતમાં બિલ વિના માલનું વેચાણ કરતાં વેપારીઓ સામે સ્ટેટ જીએસટી વિભાગે પગલાં લેવાનું શરૂ કર્યું છે. આવા વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી કરીને કરચોરી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગએ કેમિકલ્સ, રમકડા, ગિફટ આર્ટીકલ્સ, ઈલેકટ્રોનિકસ, બ્યુટીપાર્લર અને મેન પાવરનાં 14 વેપારીઓને ત્યાં દરોડા પાડયા હતા. તપાસનાં અંતે કુલ રૂ।.9.11 કરોડની કરચોરી ઝડપાઈ હતી.

જીએસટી તંત્રએ અમદાવાદ, સુરત, વાપી, અને વ્યારાનાં વેપારીઓને ત્યાં દરોડા પાડી કરચોરી અંગે તપાસ હાથ ધરી હતી. જીએસટી વિભાગનાં જણાવ્યા મુજબ બિલ વિના થતા વેચાણો અટકાવવા માટે ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા તાજેતરમાં કેમિકલ્સ, ગીફટ આર્ટીકલ્સ, અને રમકડા, ઈલેકટ્રોનીકસ, બ્યુટી પાર્લર, અને મેન પાવર સહિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કુલ 14 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતાં. 14 વેપારીઓ પૈકી 8 વેપારીઓ અમદાવાદમાં 3, વેપારીઓ સુરતમાં 2 વેપારીઓ વાપીમાં તથા 1 વેપારી વ્યારામાં આવેલ હતાં.

તપાસ દરમિયાન બિનહિસાબી વેચાણ અને વેરાની ઓછી જવાબદારી દર્શાવવા જેવી ગેરરીતિઓ ધ્યાનમાં આવી હતી. અંદાજીત 9.11 કરોડની કરચોરી શોધી કાઢવામાં આવી હતી. રાજય કર વિભાગ દ્વારા આ કેસમાં સરકારી આવકના રક્ષણ અને વસૂલાત માટે યોગ્ય કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાચો : લો બોલોઃ ગુજરાત હાઈ કોર્ટનાં ચીફ જસ્ટિસનાં મોબાઈલ ચોરાયાં

થોડા દિવસ પહેલા વડોદરામાં જીએસટી વિભાગે વેડીંગ કલેકશન શો-રૂમમાં કાર્યવાહી કરી હતી. જે બાદ ગઈકાલે સરકારી કોન્ટ્રાકટરોની ઓફીસમાં તપાસ હાથ ધરી હતી. જીએસટીની ટીમોએ એસ.કે.મકવાણાને ત્યાં સર્ચ દરમિયાન દસ્તાવેજો ચકાસ્યા હતા. એસ. કે. મકવાણા ફર્મ વડોદરા મહાનગર પાલિકાના કામોના કોન્ટ્રાક્ટ લે છે. આ ફર્મ પર એકાએક જીએસટી વિભાગનું સર્ચ હાથ ધરવામાં આવતા કોન્ટ્રાક્ટર લોબીમાં ફફડાટ વ્યાપી ફેલાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button