આપણું ગુજરાત

થઈ જાઓ તૈયાર! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વધુ એક મુખ્ય પરીક્ષાની તારીખો કરી જાહેર

અમદાવાદ: હાલ ગુજરાતમાં ભરતીની મોસમ ચાલી રહી છે. પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક દળનીઓ ભરતી માટેની શારીરિક કસોટી ચાલી રહી છે. આગામી સમયમાં ગુજરાત જાહેર સેવા આયોગ પણ વર્ગ 1-2ની ભરતીની જાહેરાત કરી શકે છે. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી- અધિક્ષકની મુખ્ય પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.

ક્યારે છે પરીક્ષા?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 225/2023-24 નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક, હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની પેટા હિસાબનીશ, સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ)/અધિક્ષકની કુલ-266 જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. મંડળ દ્વારા આગામી 18 અને 19 ફેબ્રુઆરીના રોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.

ક્યારે થશે કોલ-લેટર ડાઉનલોડ?
વધુમાં પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તથા કોલ-લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ મંડળની વેબસાઈટ પર આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. આથી, ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in જોતાં રહેવા પણ મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Also read: ગુજરાતમાં વધુ એક પરીક્ષાના Paper Leak ની આશંકા , ચાલુ પરીક્ષાએ આન્સર કી વોટ્સએપમાં ફરતી થઈ

266 જગ્યાઓ માટે ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2024માં ફેબ્રુઆરી મહિનામાં પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી- અધિક્ષકની પદ પરની ભરતી જાહેર કરવામાં આવી હતી. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 266 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button