આપણું ગુજરાતટોપ ન્યૂઝ

સરકારી નોકરીની સુવર્ણ તક: ગુજરાતમાં ૨૩૮૯ રેવન્યુ તલાટીની ભરતી જાહેર, જાણો સંપૂર્ણ વિગત…

અમદાવાદ: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની રેવન્યુ તલાટીની 2389 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટીની ૨૩૦૦ જેટલી જગ્યાઓ પરની ભરતીને અંગે થોડા દિવસ પૂર્વે જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે એક નોટિફિકેશન પ્રકાશિત કરીને જણાવ્યું હતું.

ક્યારથી થશે અરજીની શરૂઆત?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હેઠળની કલેક્ટર કચેરીઓમાં મહેસૂલ તલાટી, વર્ગ-૩ સંવર્ગની કુલ ૨૩૮૯ જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવામાં આવશે. ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ પર 26 મે 2025ના બપોરના 3 વાગ્યાથી 10 જૂન 2025ના રાત્રિના 11:59 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ
ઉલ્લેખનીય છે કે ગૌણ સેવા પસંદગી મંડળે મહેસૂલ તલાટીની પરીક્ષાની અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો છે. મહેસૂલ તલાટીની ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 200 ગુણની પ્રાથમિક પરીક્ષા (MCQ આધારિત) લેવામાં આવશે, જેના માટે ૩ કલાકનો સમય ફાળવવામાં આવશે. આ પરીક્ષામાં વિવિધ વિષયોનો સમાવેશ થાય છે. ગુજરાતી અને અંગ્રેજી દરેક વિષય માટે ૨૦ ગુણ નિર્ધારિત કરાયા છે. રાજ્ય વ્યવસ્થા-જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, ઇતિહાસ અને વારસો દરેક માટે 30 ગુણ રહેશે. આ ઉપરાંત, એન્વાયર્નમેન્ટ, સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી પણ 30 ગુણ ધરાવશે, જ્યારે કરન્ટ અફેર્સ પણ 30 ગુણનું રહેશે. મેથ્સ અને રીઝનિંગ માટે સૌથી વધુ, 40 ગુણ ફાળવવામાં આવ્યા છે.

એ ખાસ નોંધવું રહ્યું કે રાજ્ય સરકારે મહેસૂલ તલાટીની ભરતી માટેની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કર્યો છે. આ પોસ્ટ માટે સ્નાતકને શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે, જે અગાઉ 12 પાસ પર લેવામાં આવતી હતી. તે ઉપરાંત બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. 200 ગુણની પ્રાથમિક પરીક્ષા બાદ 350 ગુણનું મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button