આપણું ગુજરાતગાંધીનગરટોપ ન્યૂઝ

GSRTCની 20 નવીન હાઈ ટેક વોલ્વો બસોને લીલીઝંડી: એરક્રાફ્ટ અને સબમરીન જેવી ફાયર સેફટીની સુવિધા…

ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આજે રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 20 નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પણ વાંચો : આખરે કચ્છવાસીઓને મળી પહેલી વંદે મેટ્રોઃ જાણો ક્યારથી શરૂ થશે

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા નવા યુગની નવી બસોની શરૂઆત થઇ ગઈ છે. આ અધતન ટેક્નોલોજી યુક્ત 20 નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરીકો માટે કાર્યરત રહેશે. જેમાં અમદાવાદ નેહરૂનગર થી સુરત માટે આઠ બસો, અમદાવાદ નેહરુનગર થી વડોદરા ખાતે આઠ બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે ચાર બસોનું સંચાલન આજથી નાગરિકો માટે કરવામાં આવશે.

નવીન બસમાં સુરક્ષા અંગેની માહિતી આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ બસ દેશની પ્રથમ સૌથી સુરક્ષિત બસ છે, આ બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફટીની સુવિધા હોય છે તે પ્રકારની ફાયરસેફટીની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં ફાયર ડીટેકશન અને અલાર્મ, ફાયર ડીટેકશન અને સપ્રેશન, અને ફાયર ડીટેકશન અને પ્રોટેક્શનનો સમાવેશ થાય છે.

બસમાં કોઈ પણ કારણસર આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઈટ્રોજન ગેસ અને 250 લીટરની પાણીની બે ટેન્કો દ્વારા બસની અંદર સ્પ્રિંકલર ટેક્નોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને નાગરીકો સુરક્ષિત બહાર આવી શકશે. સાથોસાથ આ બસોમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને એક ઈમરજન્સી બટન આપવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને ત્યારે મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડવામાં સરળતા રહેશે.

આ પણ વાંચો : કંડલા બંદર દ્વારા ૧૩ નંબરની જેટીના વિકાસ અને સંચાલન માટે અદાણી પોર્ટ સાથે કરાર કરાયા

મુસાફરો માટે વિશેષ સુવિધાઓ:
આ નવીન બસોમાં મુસાફરો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે, જેમાં 47 સીટીંગ કેપેસીટી, 2*2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, સી.સી.ટી.વી કેમેરા, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, ફાયરસેફટી માટે અધ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ, એલ.ઇ.ડી. ટી.વી, એકઝોસ્ટ ફેન સાથેના હેચ, ઇમર્જન્સી એક્ઝિટ ડોર વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજજ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.

Show More

Related Articles

Back to top button
યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ…