ગુજરાત બોર્ડે નવા નિયમો સાથે ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડ (gujarat board) દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો (class 10-12 supplementary exam)કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. શિક્ષમ બોર્ડ દ્વારા આ વર્ષે નવા નિયમો દ્વારા આગામી 24 મી જૂનથી લઈને 6 જુલાઇ સુધી પરીક્ષા લેવામાં આવશે. આ વર્ષે વિદ્યાર્થીઓ પ્રમાણમાં ઓછા છે પરંતુ વિષયો વધતાં પરિક્ષા લાંબી ચાલશે.
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. બોર્ડની જાહેરાત મુજબ આ પરીક્ષાનો આરંભ 24 મી જૂનથી થવાનો છે. અને આ પરીક્ષા આગામી 6 જુલાઇ સુધી ચાલનાર છે. આ વર્ષે પરીક્ષા આપવાના નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે. આ વર્ષે ધોરણ 10 માં 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન [રવાહમાં તમામ વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે છે.

Read More | ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજીના પુત્ર અને પ્રકૃતિવિદ શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન


આ વર્ષે જિલ્લા મથકો પર પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. ધોરણ 10 માં સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે પરંતુ પરીક્ષામાં લંબાણ થયું છે. પરીક્ષાની શરૂઆત 24 જૂનથી થવાની છે પરંતુ વચ્ચે 27 જૂનથી લઈને 29 મી સુધી પ્રવેશોત્સવના કાર્યક્રમ હોવાથી અને 30 મી એ રવિવાર હોવાથી પૂરક પરીક્ષામાં 6 જુલાઇ સુધી લંબાણી છે.
Read More | FDI in Gujarat: 2 વર્ષમાં ગુજરાતમાં વિદેશી રોકાણમાં 200%નો વધારો નોંધાયો
જો કે હાલ વિદ્યાર્થીઓ પાસે એક મહિના જેટલો સમય હોવાથી તેઓને તૈયારીનો અવકાશ મળવાનો છે. આ વર્ષે 2.36 લાખથી વધુ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના છે.