હવામાનની જેમ ગુજરાત બોર્ડે પણ બદલી પેટર્ન : ધો. 9 અને 11 માટે એવું શું કર્યું જેનાથી 15 લાખ વિધાર્થીઓને ફાયદો…

GSEB Gujarat Board change Exam Pattern: ગુજરાત બોર્ડે નવા શૈક્ષણિક સત્ર 2024-25ની શરૂઆતના ત્રણ મહિના વીતી ગયા બાદ નવી પરિક્ષા પધ્ધતિની ઘોષણા કરી છે. જેનાથી ધોરણ 9 અને 11 માં અભ્યાસ કરતાં લગભગ 15 લાખ વિધાર્થીઓને ફાયદો થશે.

ગુજરાત બોર્ડે આ વર્ષે જ ધોરણ 9 અને 11 ના વિધાર્થીઓ માટે પરીક્ષા પધ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે બોર્ડે ધોરણ 10 અને 12ના બોર્ડ માફક જ ધોરણ 9 અને 11 ના વિધાર્થીઓને જનરલ ઓપ્શન આપશે. નવી પરીક્ષા પધ્ધતિ મુજબ 70 ટકા પ્રશ્નપત્ર વર્ણનાત્મક ( ડિસ્કૃપ્ટિવ ) અને 30 ટકા ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાશે.
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યાર સુધી 9 માં અને 11 માં ના વિધાર્થીઓને પરીક્ષામાં 80 ટકા ( ડિસ્કૃપ્ટિવ ) અને 20 ટકા ઓપ્શન આપતા હતા. બોર્ડનું માનવું છે કે, આ નવા બદલાવથી એવા વિધાર્થીઓને ફાયદો થશે જેઓ બહુ ઓછા માર્કના અંતરથી નાપાસ થાય છે. આનાથી નાપાસ થનારા વિધાર્થીઓની સંખ્યા ઘટશે.
15 લાખ વિધાર્થીઓને ફાયદો
ગુજરાત બોર્ડના નવા શૈક્ષણિક સત્ર 2024-25 ની શરૂઆતના ત્રણ મહિના વીતી ગયા બાદ,બદ્લ્વમાં આવેલી પરીક્ષા પધ્ધતિથી ધોરણ 9 અને 11માં અભ્યાસ કરતાં 15 લાખથી વધુ વિધાર્થીઓને ફાયદો થશે.
શિક્ષણ બોર્ડે શું કહ્યું ?
શિક્ષણ બોર્ડે દ્વારા કહેવાયું છે કે અભ્યાસ કરતાં વિધાર્થીઓ આરામથી 10 અને 12 બોર્ડની બોર્ડ પરીક્ષાની તૈયારી કરી શકે એ હેતુ થી 11 સાયન્સ અને સામાન્ય પ્રવાહના તમામ વિષયોની પરીક્ષામાં 80 ટકા વર્ણનાત્મક ( ડિસ્કૃપ્ટિવ )અને 20 ટકા ઓબ્જેક્ટિવ પ્રશ્નોના બદલે 70 ટકા ટકા વર્ણનાત્મક અને 20 ટકા ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાશે. આ બદલાવ 10 માં અને 12ની બોર્ડ પરિક્ષાને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યા છે. આ સિવાય વિધાર્થીઓને પરીક્ષામાં એકના બદલે વિજો પ્રશ્ન વિકલ્પ પણ આપવામાં આવતો હતો. વિધાર્થીઓ એકને બદલે બીજા પ્રશ્નનો જવાબ લખી શકતા હતા.
નવી પરીક્ષા પધ્ધતિ માં વિધાર્થીઓને હવે જનરલ વિકલ્પ લાગુ થવાથી 5 માઠી ત્રણ અથવા ચાર જ પ્રશ્નોનાં જવાબ આપવાના રહેશે.ગુજરાત બોર્ડનું માનવું છે કે આ પધ્ધતિથી અપૂરતી તૈયારી કરનારા વિધાર્થીઓને ફાયદો થશે.