Gujarat માં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, નક્કી કર્યા આ ભાવ
હિમતનગરઃ ગુજરાતમાં (Gujarat)આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના હિંમતનગરથી ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના કૃષિપ્રઘાન રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા. આ વર્ષે સરકાર રૂપિયા 1,356 પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે.
160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ખરીદી
આ સાથે જ રાજ્યના 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ખેડૂતોને અભિનંદન આપતા જણાવ્યુ હતુ કે બજારમાં 900થી 100નો ભાવ છે પણ આપણે 1356 ટેકાનો ભાવ જાહેર કર્યો છે.
ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળે તે મારે સરકારના પ્રયાસ
તેમણે વધુમા જણાવ્યુ હતુ કે વરસાદનું ટીપે ટીપું પાણી જમીનમાં ઉતરે તે માટેના કાર્યોની પણ આજથી જ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે માટેના સરકારે પ્રયાસ કર્યા છે. અત્યારે 8 કલાક વીજળી આપવામાં આવે છે પણ ક્યાંક જરુરિયાત પડે તો સરકારે 10-10 કલાક પણ વીજળી આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વેચાણ માટે 3,33,000થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જેમાં એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 400 કિલોગ્રામ એટલે કે, 200 મણ મગફળીની ખરીદી કરાશે